મહેસાણામાં 'એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે 'રન ફોર યુનિટી'ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરાવ્યો હતો. કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાને સરદાર સાહેબને યાદ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો લગાવી 'રન ફોર યુનિટી'નો પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમને લીલી ઝંડી બતાવનાર મહેમાન નીતિન પટેલ પણ 'રન ફોર યુનિટી' માં જોડાયા હતા. સમગ્ર યાત્રા મહેસાણાથી શરૂ કરીને મોઢેરા ચાર રસ્તા પર સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને ફુલ હાર અર્પણ કરીને પૂર્ણ કરવામાં આવી હતી.