- મહેસાણા છઠિયારડા ગામે ઢોંગી બાબાનો સમાધીનો ઢોંગ સામે આવ્યો
- બાબાએ ભક્તોની આસ્થા સાથે રમત રમી, ધર્મના નામે ભક્તોનો વિશ્વાસ તોડ્યો
- પોલીસ અને તંત્ર પણ ઢોંગી બાબાના ઢોંગ સામે મૌન રહ્યું
- વિજ્ઞાન જાથા અને જાગૃત નાગરિકોએ કરી કાર્યવાહીની માગ
- ભક્તોની આસ્થા સાથે રમત રમનાર સામે કાર્યવાહીની માગ
મહેસાણાઃ છઠિયારડા ગામમાં કબીર પંથના નામે મહંત બનેલો સપ્ત સુન પોતા સમાધી લેવાનો છે તેવી પત્રિકા મોકલાવી હતી, જેમાં પોતે સમાધી લેવાનો છે તેવી જાહેરાત કરી હતી. જોકે, પોલીસે બાબાને ઠપકો આપતા બાબાએ લોકોને આમંત્રિત ન કરવા જાહેરાત કરી હતી, પરંતુ હિન્દૂ ધર્મમાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકો મહંત સમાધી લેવાના છે તેવો ચમત્કાર અને અસ્થાની લાગણીને લઈ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં આવી જોડાયા હતા. જ્યાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યાં લોકોની ભીડ આ ઢોંગી બાબાના ઢોંગનો ભોગ બની છે.

આ પણ વાંચોઃ ફરાહ, રવીના, ભારતી વિરૂદ્ધ FIR દાખલ, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ
ઢોંગી બાબા સુપ્ત સેને 1 કલાક સુધી લોકોને મૂર્ખ બનાવ્યા
ધર્મ અને આસ્થાની વાત આવે ત્યારે આપણો સમાજ આંખો બંધ કરીને દોડી જાય છે. મહેસાણામાં ઢોંગી બાબા બની બેઠેલા સુપ્ત સેને આનો જ ફાયદો ઉઠાવ્યો હતો. સુપ્ત સેન સમાધી લેવાનો છે તે જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યો હતો. જોકે, 11 વાગ્યા સુધી ઢોંગી બાબા સુપ્ત સેનનો જીવ ન જતા તેણે લોકોને નાટ્યાત્મક રીતે કહ્યું કે, કુદરતને ગમ્યું એ ખરું. આવું કહેતા લોકોની ભાવનાને ઠેસ પહોંચી હતી. ત્યારબાદ લોકો પોતાના ઘરે જવા રવાના થયા હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાં છેલ્લા 10વર્ષથી તાંત્રિક વિધિ કરતા શખ્સનો થયો પર્દાફાશ

ઢોંગીના ઢોંગનો માહોલ તો ત્યારે બન્યો જ્યારે મીડિયાએ બાબાને આડે હાથ લીધો
મહંત બની બેઠેલો અને લોકોની ભાવના સાથે રમતા સુપ્ત સેને જણાવ્યું કે, આ ઘટના કુદરત આધારિત હતી. મેં લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી એના માટે હું માફી માગું છું. જે સજા હોય તે હું સ્વીકારવા તૈયાર છું. મને હાલ પણ ખાડો કરી સમાધિ આપી દો હું તૈયાર છું, હું હવે ભક્તિ છોડી દઈશ, આશ્રમ છોડી દઈશ તો કોરોના સંક્રમણ વધે છે ત્યાં ભીડ ભેગી કરવા પર સવાલ કરતા બાબાએ કોરોનામાં રેલીઓ થાય મેચ રમાય તો અહીં તો લોકોને મેં આવવા ન્હોતું કહ્યું જેવું ઢોંગી નિવેદન આપ્યું હતું.
એક તરફ લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ઢોંગી બાબા રમત રમી ગયો છે ત્યાં પોલીસે ઉપસ્થિત લોકોને આશ્રમ બહાર કાઢી ઢોંગી બાબા સામે કાર્યવાહી કરવામાં પાછી પાની કરી છે તો બીજી તરફ ઢોંગી બાબાના ઢોંગ વચ્ચે ગામના મહિલા તલાટીએ આ ગુનાહિત કૃત્ય હોવાનું ગણાવી પોતે તંત્રના ઉચ્ચ અધિકારીઓને અગાઉ આ બાબતે જાણ કરી હોવાનું જણાવ્યું છે. તો કાર્યવાહી માટે તેઓ રિપોર્ટ કરશે તેવું પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે ત્યારે સમગ્ર ઘટના મામલે સ્થળ પર ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે અને શા માટે આ ઢોંગી બાબાના ઢોંગ સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.