મહેસાણાઃ રાષ્ટ્રીય પંચાયત દિવસ પ્રસંગે જિલ્લાની ગ્રામપંચાયતોએ વડાપ્રધાનનું ઓનલાઇન સંબોધન લીન્ક દ્વારા નિહાળ્યું હતુ.
જેમાં બેચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યા સાથે વડાપ્રધાનની ઓનલાઈન વાતચીત થવાની હતી, પરંતુ અનિવાર્ય સંજોગો વસાત તે શક્ય તો નહોતું બન્યું, પરંતુ તેઓએ પણ વડાપ્રધાનના માર્ગદર્શનને ઓનલાઈન સંબોધનથી સાંભળ્યું હતું.