ETV Bharat / state

કોરોના વાયરસની ઊંઝા APMCના વેપાર પર માઠી અસર

ચીનમાં કોરોના વાયરસનો આતંક યથાવત છે. તેની માઠી અસર ઊંઝા APMCના વેપાર પર પડી રહી છે. વાયરસની અરસને પગલે હજારો ટન મસાલાના એક્સપોર્ટનો વેપાર ઠપ થયો છે.

impact-of-corona-virus-on-the-unza-apmc-trade
કોરોના વાઇરસની ઊંઝા APMCના વેપાર પર માઠી અસર
author img

By

Published : Feb 19, 2020, 2:52 AM IST

Updated : Feb 19, 2020, 3:00 AM IST

ઊંઝા: કોરોના વાયરસની અસરના પગલે ઊંઝા APMCના વેપાર પર માઠી અસર પડી રહી છે. જીરું,વરિયાળીની નિકાસ બંધ થતાં ભાવ ગગડ્યા છે. હજારો ટન મસાલાના એક્સપોર્ટનો વેપાર ઠપ થઈ પડ્યો છે.

કોરોના વાઇરસની ઊંઝા APMCના વેપાર પર માઠી અસર

મહેસાણા જિલ્લામાં આવેલા સ્પાઇસ સીટી ઊંઝા ખાતે વિશ્વ વિખ્યાત APMCમાં મસાલા એક્સપોર્ટ પર હાલમાં મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે. મહત્વનું છે કે, ચાઇનામાં કોરોના વાયરસની અસરને પગલે ભારતના વિદ્યાર્થીઓ અને ટુરિસ્ટો પર ખતરો છેડાયો હતો. જેને પગલે ભારત અને ચાઇના વચ્ચેનો પર્યટન વ્યવસાય ખોરવાયો હતો. તો હવે ઊંઝા APMCમાંથી વર્ષે 50 હજાર ટન માસલાના એક્સપોર્ટ થાય છે. જેના પર અસર પડી રહી છે.

છેલ્લા ઘણા દિવસથી ચાઇનામાં વાયરસની અસરને પગલે ઊંઝાથી ચાઇના તરફ જીરું અને વરિયાળીનો નિકાસ બંધ થયો છે. ત્યાં બીજી તરફ APMC બજારમાં ખેડૂતો મોટા પ્રમાણમાં જીરું અને વરિયાળીનો માલ લાવી રહ્યા છે. આમ APMCમાં આવક સામે વેપાર નહિવત જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓને ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ જીરુંના જે ભાવ 3000 થી 3500 મળતા હતા. તે ચાલુ વર્ષે માત્ર 2500 થી 2800 મળે છે.

વરિયાળીમાં ગત વર્ષેની સરખામણીએ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 50 હજાર ટન જેટલું માલનું ટનઓવર હતું. તે હવે ચાલુ વર્ષે ચાઇના સાથે નિકાસ ન થતા નહિવત થયું છે. આમ ઊંઝા APMC થી ચાઇના સાથે જોડાયેલા મસાલાના વેપાર પર કોરોના વાયરસની માઠી અસર પડી છે.

Last Updated : Feb 19, 2020, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.