છેલ્લા બે દિવસથી અવિરત વરસતાં વરસાદના કારણે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ ધરોઈ ડેમની જળસપાટી 89.81 ટકા સુધી પહોંચી છે. જેથી તંત્ર સહિત સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો અને મકાન ધરાશાયી થઈ રહ્યાં છે. જેના કારણે વાહનચાલકો અને રહીશોના જીવ જોખમમાં મૂકાયાં છે. આથી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 10.82 ઈંચ વરસાદ નોંધાયો છે.
- મહેસાણા જિલ્લામાં 24 કલાકનો વરસાદ
- બેચરાજીમાં 2.99 ઈંચ વરસાદ
- કડીમાં 1.49 ઈંચ વરસાદ
- ખેરાલુમાં 2.55 ઈંચ વરસાદ
- મહેસાણામાં 1.65 ઈંચ વરસાદ
- વડનગરમાં 2.61 વરસાદ
- વિજાપુરમાં 5.51 ઈંચ વરસાદ
- વિસનગરમાં 2.83 ઈંચ વરસાદ
- સતલાસણામાં 7.75 ઈંચ વરસાદ
- ઊંઝામાં 2.24 ઈંચ વરસાદ
- જોટાણામાં 1.41 ઈંચ વરસાદ
જિલ્લાના છેવાડે આવેલા પર્વતીય વિસ્તારમાં આવેલ સતલાસણા તાલુકામાં એક જ દિવસમાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી મહોલ્લા અને રસ્તાઓ નદીના વહેણમાં ફેરવાયા હતા. ધરોઈ ડેમની જળસપાટી 88.81 ટકા નોંધાઈ છે. 100 ટકા ડેમ ભરાવવાથી ફક્ત 4 ફૂટ દૂર છે. તો બીજી તરફ ખેતરોનું ધોવાણ થવાના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
આમ, જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 30.62 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સતલાસણામાં 7.75 ઈંચ વરસાદ અને સૌથી ઓછો જેટાણામાં 1.41 ઈંચ વરસાદ નોંઘાયો છે.