ETV Bharat / state

આરોગ્ય પ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદ - મૃતક માણસને રસી આપવાના કિસ્સા અંગે મૌન સેવ્યું.! - મહેસાણા સમાચાર

રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે રવિવારના રોજ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેન્દ્રની મોદી સરકારના ગત 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા. આ સાથે તેમના શાસનની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. જ્યારે મૃતક માણસને રસી અપાયાના કિસ્સા અંગે પૂછવામાં આવતા નીતિન પટેલે મૌન સેવ્યું હતું.

Nitin Patel
Nitin Patel
author img

By

Published : May 30, 2021, 8:14 PM IST

  • મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યોજી પત્રકાર પરિષદ
  • મૃતક માણસને રસી આપવાના કિસ્સા અંગે મૌન સેવ્યું.!
  • રાજ્ય આરોગ્ય પ્રધાને મોદી સરકારના 7 વર્ષના શાસનને વાગોળ્યું..!
  • ગુજરાતમાં કોરોના કેસ 14,000થી ઘટીને 2,500થી પણ નીચે આવ્યા છે : DYCM
  • મહેસાણા જિલ્લામાં 4,19,344 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે : DYCM

મહેસાણા : રાજ્યના આરોગ્ય પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન તેમજ મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ દ્વારા રવિવારના રોજ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેન્દ્રની મોદી સરકારના છેલ્લા 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા. આ સાથે શાસનની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. તેમજ ભાજપના કાર્યકરો અને ભાજપ સંગઠનની કામગીરી અને જનસેવાના કાર્યોની યાદ પણ તેમના સંબોધનમાં વર્ણવી હતી.

આ પણ વાંચો - રાજ્ય સરકાર મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે કટિબદ્ધ: નીતિન પટેલ

રાજ્યમાં કોરના કેસ 14,000થી ઘટી 2,500ની અંદર આવ્યા છે : DYCM

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા ખાતેની પત્રકાર પરિષદમાં સંબોધન સમયે રાજ્યમાં ખુશીના સમાચાર મુદ્દે હાલમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે અને જે 14,000 કેસ આવતા હતા, તે હવે માત્ર 2,500ની અંદર જોવા મળી રહ્યા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,19,344 જેટલા કોરોના કેસો નોંધાયા છે.

આરોગ્ય પ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદ - મૃતક માણસને રસી અપાયાના કિસ્સા અંગે સેવ્યું મૌન...!

આ પણ વાંચો - નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યુ. એન. મહેતા હોસ્પિટલની મુલાકાતે, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક

8 રાજ્યોના નાણા પ્રધાન મળીને કેન્દ્રીય નાણાં પ્રધાનને અહેવાલ મોકલીને GSTમાં ઘટાડો કરાવશે...!

મહેસાણા ખાતે પત્રકાર પરિષદ સંબોધતાં રાજ્યના નાણા પ્રધાન એવા DYCM નીતિન પટેલે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સહિત દેશમાં કોરોના મહમારીને કારણે ખૂબ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કેન્દ્રીય નાણાં પ્રધાનને આગામી 8 દિવસમાં ગુજરાત સહિત દેશના અન્ય વિવિધ રાજ્યમાંથી નાણા પ્રધાનોનું ગૃપ કેન્દ્રમાં કોરોનાની દવાઓ અને સ્ટ્રક્ચર પર GSTમાં રાહત માટે પોતાના અહેવાલ રજૂ કરશે. આ અહેવાલ બાદ GSTમાં કેટલોક ઘટાડો થશે જેથી રાહત મળશે...!

આ પણ વાંચો - મહેસાણામાં વધતા કોરોના સંક્રમણને લઈને DyCM નીતિન પટેલની જિલ્લા સ્તરે બેઠક યોજાઈ

મૃતકને કોરોના રસી અપાઈ હોવા મામલે આરોગ્ય પ્રધાને મૌન સેવ્યું..!

મહેસાણા ખાતે આવેલા આરોગ્ય પ્રધાન એવા DYCM નીતિન પટેલને જ્યારે મીડિયા દ્વારા કોરોના રસી મૃતકોને અપાઈ હોવા મામલે સવાલ કરવામાં આવતા નીતિન પટેલે પતી ગયું કહીને પોતાનો સંવાદ અટકાવી દીધો હતો, ત્યારે મૃતકોને રસી અપાયા હોવાને મામલે આરોગ્ય પ્રધાને મૌન સેવ્યું હતું. મૃતકોને રસી આપવામાં આવી છે કે, ઓનલાઈન મેસેજ અને સાઇટો પરના ડેટામાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોય શકે છે, જેવી કોઈ પણ બાબતનો ખુલાસો થયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.