મતદાન એ દરેક ભારતીય નગરિકનો હક અધિકાર અને ફરજ છે. ત્યારે રાષ્ટ્રના દરેક નાગરીકને તેમનો મતાધિકારનો હક મળે અને લોકશાહીના પર્વ પર પોતાની ફરજ અદા કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા આ વખતે કરાયેલી વિશેષ વ્યવસ્થા અને સેવાનો લાભ લઇ અશક્ત મતદારોએ પણ લાભ લીધો છે.
વિસનગર ખાતે એક મતદાન મથક પર એક પ્રજ્ઞાચક્સુ મતદાતાએ સરકાર દ્વારા આપવામાં આવેલ બ્રેઇલ લિપિમાં લખાયેલું મતદાર કાર્ડ અને EVM પર તે જ પ્રમાણે લખેલ ઉમેદવારોના નંબર ક્રમાંક પ્રમાણે આજે પોતાની જાતે પહેલીવાર ખાતરીપૂર્વક પોતાના મનપસંદ ઉમેદવારને મત આપી ખુશી સાથે લોકશાહીના આ પર્વની ઉજવણી કરી છે તો બીજી તરફ દિવ્યાંગ મતદારો માટે મહેસાણા જિલ્લા ચૂંટણી પંચ દ્વારા કરાયેલી 70 વાહનની વ્યવસ્થા અને વ્હીલચેર સાથે શાયકોની સેવા ખૂબ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.
આ પ્રકારે મતદાન માટે કરાયેલી ચૂંટણી પંચની વ્યવસ્થાને દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્સુ મતદારોએ બિરદાવી છે.