મહેસાણા : ગણપત યુનિવર્સિટીમાં શનિવારે 34 મી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ થયો હતો. જેમાં દેશના વૈજ્ઞાનિકો અને રાજ્યના સાયન્સમાં અભ્યાસ કરતા તેમજ રિસર્ચ કરતાં 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં FNA સેક્રેટરી પ્રો. કે.એન.વ્યાસે જણાવ્યું કે, ઇનોવેશન કરવું હોય તો ત્યારે શોર્ટકટ રસ્તો નથી ચાલતો. ગમે તેટલી વાર નિષ્ફળ જશો પણ રસ્તો છોડવો નહી. રસ્તો છોડી દેશો તો સફળ થવાશે નહી.
આ પ્રસંગે ગુજરાત સાયન્સ કોંગ્રેસ દ્વારા અલગ અલગ ફિલ્ડમાં બેસ્ટ ટીચર્સ મેડલ અને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગણપત યુનિવર્સિટી તથા એન.આર.ડી.સી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ MOU કરતા હવે પછી ગણપત યુનિવર્સિટીના મહત્વનાં સંશોધનો દિલ્હીની આ સંસ્થા અપરુવલ અપાવવા માટે મદદરૂપ થશે.
આ સાથે જ દિલ્હીની આ સંસ્થાન પ્રતિનિધિના માનવા પ્રમાણે ગુજરાત જે રોટ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યું છે. તે મુજબ હાલમાં ગુજરાતમાંથી સૌથી વધુ સંશોધનો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમજ વિજ્ઞાન ટેકનોલોજીમાં જેટલા પણ મહત્વના સંશોધનો થાય છે. તે તમામ સમાજ અને વિદ્યાર્થીઓના ઉપયોગની સાથે રાષ્ટ્ર માટે પણ ઉપયોગી થઈ રહ્યાં છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં ગણપત યુનિવર્સિટી પેટ્રન ગણપતભાઇ પટેલે વીડિયોના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ અમીત પરીખે જણાવ્યું કે, સાયન્સ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે છે. જે સાથે વિદ્યાર્થીઓને પોસ્ટર સ્પર્ધા અને પોતાની રજૂઆતો કરવાની તકો અપાઈ છે.