મહેસાણા: કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેકરે (Union Minister Of State For Electronics And IT Rajiv Chandrasekhar)ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વિધાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને તેમના ઈનોવેશન પ્રત્યેના જુસ્સાને આગળ વધારવા માટે પ્રેરણા આપી રહ્યા છે. ગુજરાતમાં વિધાર્થીઓ અને સ્ટેર્ટઅપને ઉભરતી ટેકનોલોજીઓમા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતા હતા.
આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર, અનેક ગામો થયા પાણી પાણી
આગળ વધવાનો માત્ર એક જ મંત્ર છે : રાજીવ ચંદ્રશેકરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપને ઉભરતી ટેકનોલોજીઓમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતાં “આગળ વધવાનો માત્ર એક જ મંત્ર છે – આવિષ્કાર, આવિષ્કાર અને આવિષ્કાર. આવિષ્કાર આપણું તેમજ રાષટ્રના ભવિષ્ય નિર્માણ કરશે અને સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો ભારતીય અર્થતંત્રને ટ્રિલિયન તરફ લઇ જશે.
નવું ભારત છે જેનું નિર્માણ નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે : પ્રધાનએ ફાયર સાઇટ ચેટમાં વિધાર્થીઓ દ્વારા પુછાયેલ પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, “ભારતમાં હવે સફળ થવા માટે સખત પરિશ્રમ, નક્કર કામગીરી અને આવિષ્કાર જ તમારી સફળતા નિર્ધારિત કરે છે. આ નવું ભારત છે જેનું નિર્માણ નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે.
ગણપત યુનિવર્સિટી : ગણપત યુનિવર્સિટીની મુલાકાતનો બહુપ્રતીક્ષિત ભાગ હતો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનની ફાયરસાઇડ ચેટ યોજાઈ હતી. ત્રણ વિદ્યાર્થીઓએ પ્રધાનનો ઈન્ટરવ્યુ લીધો અને તેમના પ્રારંભિક જીવનના અનુભવથી લઈને ઉદ્યોગસાહસિક પ્રવાસથી લઈને ડિજિટલ ઈન્ડિયા પરના પ્રશ્નો અને ટેકડે યુવાનોને તક આપે છે તે અંગેના પ્રશ્નો પૂછ્યા હતા.
આ પણ વાંચો: Rain in Junagadh: પ્રથમ વરસાદે જ જૂનાગઢનો આણંદપુર ડેમ થયો ઓવરફ્લો
યુવા પેઢી માટે એક આદર્શ પ્રેરણા તરીકે સેવા આપે છે : પ્રધાન ચંદ્રશેખર જેઓ પોતે એક ટેકનોક્રેટ, સફળ ઉદ્યોગસાહસિક છે ,એક સક્રિય સાંસદ અને ટેકનોલોજી સંબંધિત નીતિઓના સક્રિય હિમાયતી, યુવા પેઢી માટે એક આદર્શ પ્રેરણા તરીકે સેવા આપે છે. પ્રધાન રાજીવ ચંદ્રશેખરની મુલાકાત દેશભરના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી ટેકનોલોજીમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનાં તેમનાં મિશનનો પણ એક ભાગ છે. તેમને ઉભરતી તકનીકોમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરાય છે.