- સશસ્ત્ર સેના દિવસ ઉજવણી નિમિત્તે ભંડોળ ભેગું કરાશે
- મહેસાણામાં ભંડોળ એકઠું કરવાની શરૂઆત કરાઈ
- જિલ્લા ક્લેક્ટર સહિત કર્મચારીઓએ આપ્યું દાન
મહેસાણાઃ સશસ્ત્ર સેના દિવસની ઉજવણીને લઇને મહેસાણા જિલ્લા કલેકટર સહિત તંત્રના કર્મચારીઓએ કર્યું હતું. આ દાન શહીદ-નિવૃત સૈનિકોના અને લડાઇમાં ક્ષતિ પામનાર જવાન સહિત તેમના પરિવારના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરાય છે. કોરોના મહામારી સમયે ઓનલાઈન પેમેન્ટ માટે એકાઉન્ટ નંબર પણ જાહેર કરાયો છે. જેના દ્વારા સૈનિકો અને તેમના પરિવારના કલ્યાણ માટે ઓનલાઈન દાન કરી શકાય છે. SBI બેન્કના SBIN0000427 બ્રાન્ચના 32485636569 એકાઉન્ટમાં ઓનલાઈન દાન થઈ શકશે.
- શાળાકોલેજો સહિતના એકમો સહિત સૌ કરી શકે છે દાન
આજે 07 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે જિલ્લાના પ્રથમ નાગરિક તરીકે કલેકટર દ્વારા પણ ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કરાવતા પોતાના તરફથી દાન આપવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકો તેમ જ યુદ્ધ જેવી સ્થતિમાં પોતાના અંગોને ક્ષતિ થતાં નિવૃત્તિ પામેલા સૈનિકો અને નિવૃત થયેલા સામાન્ય પરિવારના જવાનો સહિત તેમના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવા શસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.
- દાન આપવા એકાઉન્ટ નંબર જાહેર કરાયો
આજે મહેસાણા જિલ્લા કલેક્ટર અને અધિક કલેકટર સહિત કચેરીના તમામ સભ્યોએ પોતાની યથાશક્તિ સહયોગ પૂરો પાડ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારી સમયની પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા ખાસ પ્રકારે ઓનલાઈન ભંડોળ પ્રાપ્ત થાય તે માટે એકાઉન્ટ નમ્બર જાહેર કરવામાં આવ્યો છે. જેથી શાળાકોલેજ સહિતના એકમો બંધ હોવા છતાં દેશના સૈનિકો અને તેમના પરિવારો માટે જાહેર કરાયેલા SBI બેન્કના SBIN0000427 બ્રાન્ચના 32485636569 એકાઉન્ટ નમ્બર પર ઓનલાઈન દાન આપી શકશે. આમ આજે શસ્ત્ર ધ્વજ દિન નિમિત્તે દાન કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓ સાચા અર્થમાં રાષ્ટ્રના જવાનો માટે સાચી પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.