- વરસાદી વચ્ચે મહેસાણા સહિત ઉત્તર ગુજરાત ધુમ્મસમાં ઘેરાયું
- મહેસાણા સહિત ઉત્તર ગુજરાત વાદળોના લપેટામાં આવી ગયું
- ધુમ્મસના કારણે મહેસાણામાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી
વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ
મહેસાણાઃ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવને પગલે જન જીવન અને ખેતી પર માઠી અસર જોવા મળી છે. મહેસાણામાં ધુમ્મસીયું વાતાવરણ હોવાથી લોકોને 5 મીટર દૂરનું પણ જોવામાં તકલીફ પડતી હતી. મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પંથકમાં રવિ સિઝનમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક મોટો બદલાવ સર્જાયો હતો, જેમાં ઝરમર વરસાદી છાંટા વચ્ચે વાદળો ધરતી પર ઊતરી આવતા ઝિરો વીઝિબિલિટી એટલે કે નજીકનું દૃશ્ય પણ દેખાતું બંધ થઈ ગયું હતું.
વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ આકાશ ધરતી એક થયા નયન રમ્ય નજારો, હિલ સ્ટેશન માઉન્ટ આબૂ જેવો અહેસાસઆજે ધૂમમ્સ ભર્યા વાતાવરણને પગલે જેમ જેમ દિવસ ઊગવા લાગ્યો તેમ તેમ એક અનેરા નયન રમ્ય દૃશ્યો જોવા મળ્યા હતા. ધરતી આકાશનું આજે મિલન થયું હોય તેમ ફિલ્મી ચિત્રોની જેમ વાદળો રસ્તા પર, ઘરમાં અને આંગણામાં તો ક્યાંક છોડવા અને વૃક્ષો પર ઝાકળના મોતી વેરાણા હતા. આમ, આજે કુદરતીની કમાલ વચ્ચે ક્યાંક પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી હતી.
વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ રાત્રિનું વાતાવરણ ઘટ્યુંવરસાદ વચ્ચે આજે વાદળો અને ધૂમમ્સ સૂર્યના કિરણોને ધરતી પર આવતા અવરોધ સર્જાયો છે. આમ, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે તો ઠંડીએ ભારે જોર પકડ્યું છે, જેમાં રાત્રિ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અનુભવાયો છે ત્યારે ઠંડીને પગલે નાના બાળકો અને વૃદ્ધો સહિત નાદુરસ્ત લોકો માટે આ વાતાવરણ બીમારીનું કારણ બની શકે છે. આ સાથે જ રવિ સિઝન એટલે કે ખેતી માટેનો સુવર્ણ સમય કહી શકાય છે, પરંતુ વરસાદી માહોલ વચ્ચે વાદળો અને ધૂમમ્સ સર્જાતા ખેતીના કેટલાક પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.