મહેસાણા: ગુજરાતમાં કર્મચારીઓના શોષણ મામલે સરકારી બાબુઓ પણ હવે તોબા (Employee Rights Contact Yatra) પોકારી ઉઠ્યા છે. રાજ્યના કર્મચારી મંડળો એક જૂથ થઈ સરકાર સામે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા આગળ અવ્યા છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ કર્મચારીઓને તેમને મળતા અધિકાર મુજબના લાભો અપાવવા કર્મચારી અધિકારી સંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ નિવૃત્તિ પછી કોઇપણ કર્મચારી કે અધિકારી સામે તપાસ કરી શકાય નહીં : હાઇકોર્ટ
લાભ આપવા સહિતના મુદ્દે માંગ - જેમાં અંબાજીથી યાત્રા યોજી આગેવાનોએ(Gujarat United Employees Front) વિવિધ જિલ્લાના કર્મચારીઓનો સંપર્ક કરી પોતાના હક અધિકાર માટે લડવા આહવાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓના સંયુક્ત મંડળ દ્વારા અન્ય સામજિક અને સંગઠિત મંડલોની જેમ એક જૂથ થઈ સરકાર સામે પોતાના પ્રશ્નોની રજૂઆત અને અધિકારો(Yatra concludes in Mehsana)જેવાકે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી, સાતમાં પગાર પંચનું ભથ્થું શરૂ કરવું, ઉચ્ચતર પગાર ધોરણ અને સળંગ નોકરીના લાભ આપવા સહિતના મુદ્દે માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ શાં માટે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પૂતળા કરાયું દહન
હિતમાં નિર્ણય લેનાર માટે વોટ કરશે - આ વખતે તમામ ક્ષેત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ શિક્ષકો, તલાટી, ક્લાર્ક, વગેરે એક થઈ સરકાર 2022ની ચૂંટણી પહેલા તેમના અધિકાર મુજબની માંગો પુરી કરી આપે તેવી માંગ કરવામાં આવી છે. અંબાજીથી શરૂ થયેલી યાત્રા વિવિધ જિલ્લાના કર્મચારીઓનો સંપર્ક કરી મહેસાણાના બેચરાજીમાં સમાપન કરવામાં આવી છે. જોકે આગામી સમયમાં કર્મચારીઓ એક મત થઈ તેમના હિતમાં નિર્ણય લેનાર માટે વોટ કરશે અને કરાવશે તેવી તૈયારી બતાવી છે.