મહેસાણા શહેરના પરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં આવેલ દુકાન નં 29 અને 55માં ડુપ્લીકેટ બીડીનો મોટો જથ્થો સંગ્રહ કરાયો હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારા અને A ડિવિજન પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડયા હતાં. આ દરમિયાન સ્થળ પરથી 500 નંગ બીડી ભરેલા કુલ 679 કાર્ટૂન બોક્સ મળી આવ્યા હતાં. જેમાં ડુપ્લીકેટ બીડી અને ઓફિસમાંથી વિવિધ બ્રાન્ડના નકલી ટેગ સ્ટીકર સહિત કુલ 4.38 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે. જોકે સ્થળ પરથી આ કાળો કારોબાર ચલાવતો શખ્સ હાજર ન હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
![મહેસાણામાંથી ડુપ્લીકેટ બીડીનું ગોડાઉન ઝડપાયું, 4.38 લાખનો જથ્થો જપ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-01-duplocate-bidi-no-jaththo-jadapayo-pic-7205245_17102019143037_1710f_1571302837_912.jpg)