- મહેસાણામાં સહાય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ડોર ટુ ડોર ઉકાળાનું વિતરણ
- કોરોના કેસ પર કાબૂ મેળવવા કરાયું ઉકાળાનું વિતરણ
- 1300 જેટલા લોકો સુધી નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા પહોંચાડવામાં આવ્યા
મહેસાણાઃ શિયાળો શરૂ થતા ઠંડીનું જોર વધ્યું છે. તેની સાથે જ કોરોનાના કેસ પણ વધ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ કેસ વધવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે હજુ કોરોના વેક્સિન ક્યારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. જેથી તાજેતરના સમયમાં માત્ર માસ્ક અને ઉકાળો વેક્સિન તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે મહેસાણામાં સહાય ફાઉન્ડેશન દ્વારા કસ્બા વિસ્તાર અને અર્બન હેલ્થ સેન્ટર લાખવડી ભાગોળ વિસ્તારમાં 3 દિવસ કોરોના વાઇરસ અને ઋતુ જન્ય રોગો સામે રક્ષણ આપે તેવા આરોગ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. જેમાં આ વિસ્તારના રહેવાસીઓ, રાહદારીઓ અને ડોર ટુ ડોર જઈને ૧૩૦૦થી પણ વધારે લોકોને ઉકળાનું વિતરણ કર્યું છે.