- સિવિલ હોસ્પિટલના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કોવિડ સેન્ટર શરૂ
- કોવિડ સેન્ટરમાં 135 દર્દીઓ સામે 100 દર્દીઓ સ્વસ્થ થયા
- ખાનગી તબીબોનો સહકાર મળતા દર્દીઓ અને તેમના સ્નેહીજનો ખુશ
મહેસાણા : રાજ્યના આરોગ્ય વિભાગ માટે કોરોના મહામારી ખૂબ મોટો પડકાર છે. મહેસાણાના વિસનગર તાલુકામાં કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં લેતા દર્દીઓ આર્થિક મારનો ભોગ બનતા હતા. વિસનગર ધારાસભ્યની હંકાલથી સુવિધાના અભાવે મૃતપાય હાલતમાં રહેલા વિસનગર સિવિલ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજન સહિતની સુવિધા સાથે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
100 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા અહીં ખૂબ સારો રિકવરી રેટ જોવા મળ્યો
સરકારી હોસ્પિટલમાં વિસનગરના ખાનગી હોસ્પિટલોના સેવાભાવી તબીબોએ દર્દીઓની સેવામાં આવી સારવાર આપતા અહીં અત્યાર સુધી 135 દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી અંદાજે 100 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા અહીં ખૂબ સારો રિકવરી રેટ જોવા મળી રહ્યો છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દી વિનોદ પ્રજાપતિના ફેફસામાં છિદ્ર થઈ લીક થયેલ હવા પહોંચતી ન હતી. ઇમરજન્સી ઓપરેશનની જરૂરિયાત પડી હતી. ત્યાં વિસનગર સિવિલ અને ખાનગી હોસ્પિટલોના ડૉ. અરૂણ રાજપૂત, ડૉ. આકાશ પટેલ, ડૉ. ચિરાગ, ડૉ. પૂર્વી સહિતના તબીબોએ પોતાની હોસ્પિટલમાંથી સાધન સામગ્રી લાવી ઓપરેશન કરી દર્દીનો જીવ બચાવી લીધો છે.
સરકારી હોસ્પિટલમાં સારી સારવાર નહિ મળે તેવી માનસિકતા
સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા મળતી હોવાથી અહીં સારી સારવાર મળી શકશે નહિ તેવી માનસિકતા દર્દીઓ અને તેમના સ્નેહીજનોમાં રહેલી હોય છે. પરંતુ ગઇકાલે વિસનગર સિવિલ હોસ્પિટલને ખાનગી તબીબોનો સહકાર મળતા દર્દીઓ અને તેમના સ્નેહીજનો અહીં મળતી સારવારથી ખુશ થયા છે. એક ખાનગી હોસ્પિટલોમાં ખર્ચ કરતા પણ ન મળે તેવી સારી સારવાર અહીં સરકારી હોસ્પિટલમાં મળી હોવાનું અનુભવ વ્યક્ત કરી રહ્યા છે.