- ABVPના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું પ્રદર્શન
- કોલેજને પરિપત્ર મોકલી કરવામાં આવી માગ
- અભ્યાસ ન બગાડવા માટે વિદ્યાર્થીઓને કોલેજની અપીલ
મહેસાણા: રાજ્યમાં 4 સરકારી હોમિયોપેથી કોલેજો કાર્યરત છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નીતિનિયમાનુસાર ફી લઈ શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે જ તેમના અભ્યાસ દરમિયાન તેમને આર્થિક મદદ પૂરી પાડવા સરકાર દ્વારા નિયત કરેલું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. ત્યારે મહેસાણા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટાઈપેન્ડ મામલે પરિપત્ર મોકલી સ્ટાઈપેન્ડ વધારવાની માગ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના દરવાજે બેસી પ્રદર્શન કરતા ગુરૂવારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આગેવાનોની અટકાયત કરી હતી.
સ્ટાઈપેન્ડ મામલે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ન બગાડે તે આવશ્યક છે : કોલેજના સત્તાધીશો
વિદ્યાર્થીઓની સ્ટાઈપેન્ડની માંગણી મામલે કોલેજ સત્તાધીશોએ તેમની રજુઆત સરકારમાં ઉપરી વિભાગ ખાતે મોકલી આપી છે. જો કે, હાલમાં સ્ટાઈપેન્ડ વધારાનો કોઈ પરિપત્ર મળી નથી માટે તેમની માગ સરકારના નિર્ણય પર આધારિત છે. હાલમાં વિદ્યાર્થીઓને 5,300 સ્ટાઈપેન્ડ મળે છે, જ્યારે વિદ્યાર્થીઓ તેમાં વધારા સાથે 9,000ની માગ કરી રહ્યા છે, જેના પર ઉપરી વિભાગનો નિર્ણય રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને અપીલ કરાઈ છે કે, તેમને પોતાનો અભ્યાસ ન બગાડે અને રાબેતા મુજબ શિક્ષણ મેળવતા પોતાની રજુઆત કરે.