- આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની મહેસાણામાં બેઠકનું આયોજન રોડાયું
- મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આયોજન મામલે મળવાની હતી બેઠક
- બેઠકમાં આવેલા પાર્ટીના પ્રમુખ અને પ્રભારી સહિતના કાર્યકરોની કરાઈ અટકાયત
- મહેસાણા એ.ડિવિઝન પોલીસે કરી અટકાયત
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આયોજન માટે આમ આદમી પાર્ટીની મહેસાણામાં બેઠકનું આયોજન
મહેસાણાઃ જિલ્લાને રાજકીય લેબોરેટરીમાં કહેવામાં આવે છે, ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે તૈયારીઓ આરંભ કરતા આમ આદમી પાર્ટીના પ્રાદેશીક નેતાઓ અને કાર્યકરો પણ મહેસાણામાં આવી પોતાની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેને લઈ સોમવારના રોજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા રેલી કાઢી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા, પરંતુ આ આયોજનમાં મહેસાણા એ.ડિવિઝન પોલીસ આવી જતા ભંગ પડ્યો હતો !
કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાતરા પોલીસે કરી ધરપકડ
મહેસાણા સ્થિત સિંધી સમાજની વાડીમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહેસાણાનો જંગ લડવા તૈયારીઓ કરવાના ભાગ રૂપે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના હતા, જોકે આ નેતાઓ અને કાર્યકરોએ મહેસાણામાં આવતા મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાડ્યા હતા સાથે રેલીની મંજૂરી પણ લીધી ન હોવાને કારણે પોલીસે તેમની અટકાયત કરી હતી અને ટોળાને વિખેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.