- લોકડાઉનથી બંધ કરાયેલી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરી શરૂ કરવા માગ
- ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રેલવે પ્રધાન પિયુષ ગોયલને પત્ર
- સરકાર દ્વારા કેટલીક ટ્રેનો હાલમાં શરૂ કરવામાં આવી છે
મહેસાણા: હરિદ્વાર એક ધાર્મિક જગ્યા છે. જ્યાં ગુજરાતના મોટાભાગના ભાવિકો પોતાના ધર્મ અને આસ્થાની લાગણી સાથે ધાર્મિક સ્થાનોના દર્શન કરવા જતા હોય છે. જો કે કોરોના મહામારી સમયે અનેક ધાર્મિક સ્થળોની સાથે સાથે હરિદ્વારના દ્વારા પણ બંધ કરાયા હતા. ગુજરાતથી હરિદ્વાર જતી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી. જોકે હવે જ્યારે અનલોકનો તબક્કો શરૂ થયો છે અને સરકારની ગાઈડ લાઇન સાથે અનેક ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાયા છે, ત્યારે મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના અનેક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ હરિદ્વાર જવા ઇચ્છી રહ્યા છે.
ટ્રેન શરૂ થાય તો મોટા પ્રમાણમાં ભક્તોને હરિદ્વાર જવા માટે સરળતા રહે
ગુજરાતથી હરિદ્વાર જતી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન શરૂ ન થઈ હોવાથી શ્રદ્ધાળુઓને પરિવહન માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાતથી હરિદ્વાર જવા ઇચ્છતા શ્રદ્ધળુઓની લાગણીને પુરી કરવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કેન્દ્રીય રેલવે પ્રધાનને પત્ર લખી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.