ETV Bharat / state

મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એક્શન મોડમાં, બેજવાબદારા લોકો પાસે 4.50 કરોડ દંડ વસુલાયો - પાર્થરાજસિંહ ગોહિલ

મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીની મોસમનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસ પણ આ જ સિઝનમાં ફૂલી ફાલી રહ્યો છે, ત્યા બીજી તરફ લોકોમાં જોવા મળતી બેદરકારી દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો કરી રહી છે, ત્યારે મહેસાણા પોલીસ દ્વારા બેદરકાર લોકોને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા વધુ એકવાર ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એક્શન મોડમાં, બેજવાબદારા લોકો પાસે 4.50 કરોડ દંડ વસુલાયો

author img

By

Published : Nov 25, 2020, 10:59 PM IST

  • મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં
  • 6 દિવસમાં 25 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો
  • 200થી વધુ જાહેરનામા ભંગના કેસો કરાયા
  • 400થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા
  • કોરોના મહામારી સમયથી અત્યાર સુધીમાં પોલીસની કામગીરી
  • 15800થી વધુ જાહેરનામા ભંગના કેસો કરી 24,000 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઈ
  • માસ્ક મામલે 2 કરોડ 93 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો
  • 10 હાજરથી વધુ વાહનો ડિટેન કરી 1 કરોડ 60 લાખ જેટલો દંડ વસુલ કરાયો

મહેસાણા: જિલ્લા પોલીસ દ્વારા જાહેર બજારો અને માર્ગો પર જુદી-જુદી ટિમો બનાવી શહેર અને તાલુકા કક્ષાએ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં કોરોના મહામારી સમયે બેદરકારી દાખવતા વાહન ચાલકો અને બેજવાબદાર લોકો સામે સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એક્શન મોડમાં, બેજવાબદારા લોકો પાસે 4.50 કરોડ દંડ વસુલાયો
મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એક્શન મોડમાં, બેજવાબદારા લોકો પાસે 4.50 કરોડ દંડ વસુલાયો

જિલ્લામાં કોરોના જનજાગૃતિ રથ ફેરવવામાં આવ્યો

મહેસાણા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે ETV BHARAT સાથે ખાસ વાતચિત કરતા જણાવ્યું કે, છેલ્લા 6 દિવસની ડ્રાઇવમાં માસ્ક મામલે 25 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે, જે આંક ક્યાંકને ક્યાંક બેદરકાર લોકો માસ્ક ન પહેરતા હોવાનું સ્પષ્ટ કરી રહ્યો છે. તો બીજી તરફ 400 જેટલા વાહનો ડિટેન કરવાની કાર્યવાહી કરી 200 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

50 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા

મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા પોલીસ દ્વારા કરાયેલ પ્રયત્નની માહિતી આપતા જણાવ્યું કે, પોલીસ દ્વારા કોરોના જાગૃતિ રથ કાઢવામાં આવ્યો છે. જે બીજીવાર જિલ્લામાં પરિક્રમા કરશે અને જિલ્લાના ગરીબ 1 લાખ જેટલા લોકોને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ જે લોકો નિયમો નેવે મૂકી સંક્રમણ વધારવા પાછળ જવાબદાર જણાઈ રહ્યા છે. તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકો સામે જ પોલીસની કાર્યવાહી છે પ્રજાને પરેશાની નહિ.!

મહેસાણા જિલ્લા પોલીસ વડા સાથેની મુલાકાતમાં કોરોના મહામારી સમયથી લઈ અત્યાર સુધી મહેસાણા જિલ્લા પોલીસે 15,800થી વધુ જાહેરનામા ભંગના કેસો કરી 24,000 જેટલા લોકો સામે કાર્યવાહી કરેલ છે. જ્યારે માસ્ક મામલે 2 કરોડ 93 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. તો બીજી તરફ 10 હાજરથી વધુ વાહનો ડિટેન કરી 1 કરોડ 60 લાખ જેટલો દંડ વસુલ કરાયો છે. આમ જિલ્લામાં કોરોના મહામારી સમયમાં માર્ચથી અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 50 લાખ ઉપરાંતનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ગરીબ લોકો દંડાય નહિ માટે 1 લાખ ઉપરાંતના માસ્ક વિતરણ કરાયા

એક તરફ કોરોના મહામારી સમયે નિયમોનું પાલન કરાવાવાની જવાબદારી પોલીસના માથે મુકાઈ છે, ત્યારે પોલીસની કામગીરી સામે કેટલાક નાગરિકો નારાજગી જતાવી રહ્યા છે, જોકે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની કાર્યવાહી માત્ર નિયમો ભંગ કરનાર સામે હોવાની અને ગરીબ લોકો દંડાય નહિ માટે પોલિસ દ્વારા 1 લાખ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાયું હોવાની જાણકારી આપી હતી. તો આ મહામારી સમયે ખડે પગે ફરજ બજાવનાર મહેસાણા જિલ્લા પોલીસના 50થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી પણ આપી હતી. ત્યારે ETV BHARATના માધ્યમથી અપીલ કરતા મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.