ETV Bharat / state

વિસનગરમાં પૂજાવિધિ દ્વારા કોરોના ભગાડવાની લાલચ આપતા ઠગબાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ - fraudsters in Visnagar Superstition about corona virus

સમગ્ર રાજ્યમાં એક તરફ જ્યાં કોરોના મહામારી સમયે હાહાકાર મચ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં કોરોના ન થાય તે માટેની ગેરન્ટી આપતી એક તાંત્રિક બાપુની દુકાન ખુલી છે. જો કે આ અંગે જાગૃત નાગરિકે પોલીસમાં ફરિયાદ કરતા કરતા ધૂતારાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગરમાં પૂજાવિધિ દ્વારા કોરોના ભગાડવાની લાલચ આપતા ઠગબાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Dec 3, 2020, 2:06 PM IST

  • વિસનગરમાં કોરોના ભગાડવા ઠગગુરૂની જાહેરાત
  • બળદેવદાસ બાપુના નામે પિતા-પુત્રનું કારસ્તાન
  • વિધિ કરાવો તો ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોરોના નહિ થાય
    વિસનગરમાં પૂજાવિધિ દ્વારા કોરોના ભગાડવાની લાલચ આપતા ઠગબાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

મહેસાણા: કોરોના કહેર વચ્ચે ભોળી પ્રજાને છેતરવાનું આ કામ વિસનગરમાં આવેલ વિનસ ગિફ્ટ આર્ટિકલની દુકાનથી શરૂ થયું હતું. જેમાં બાપબેટાએ ભેગા મળી બળદેવદાસ બાપુના પગલાં પોતાના ઘરે કરાવો તો કોઈને પણ કોરોના નહિ થાય તેવી ગેરંટી આપતી જાહેરાત એક ખાનગી સમાચાર પત્રમાં છપાવી હતી. વિસનગરના જાગૃત નગરિકોએ અંધશ્રદ્ધાની આ બાબતને લઇને વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઢોંગી બાપ-દીકરો દુકાનનું શટર પાડી ફરાર

છાપામાં ભ્રામક જાહેરાતને લીધે પોલીસ કેસ થયો હોવાની માહિતી મળતા જ બંને ઠગબાજો દુકાન બંધ કરી ભૂગર્ભમાં સંતાઇ ગયા છે. જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા તે સ્વીચ ઑફ આવી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદને આધારે પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

ઠગબાજો સામે કડક પગલાની માગ

સમગ્ર બનાવને લઇને વિસનગરના નાગરિકો પોલીસને ઠગબાજો સામે વહેલી તકે કડકમાં કડક પગલા લેવાની માગ કરી રહ્યા છે જેથી કોઇ ભોળા વ્યક્તિઓ તેમની જાળમાં ફસાઇ પૈસાનું આંધણ ન કરી બેસે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.