- તાના રીરી શાસ્ત્રીય સંગીત સમારોહ 2021
- વડનગર ખાતે આયોજીત તાના રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવને ખુલ્લો મુકાયો
- પશ્ચિમનું સંગીત તનને ડોલાવે છે પણ આપણું સંગીત મનને ડોલાવે છે: મુખ્યપ્રધાન
મહેસાણા: બૌદ્ધ વિરાસતના અવશેષો સાચવીને બેઠેલું વડનગર (tana riri vadnagar ) સંગીત, કલા, ગાયન, વાદન, નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત છે. તેવુ જણાવી સોળમી સદીના આધ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દિકરી શર્મિષ્ઠાની બે દિકરીઓ તાના રીરી આ વડનગર ભૂમિમાં જન્મ લઇને સંગીતની આકરી આરાધનાથી રાગ (tanariri malhar rag )- રાગણીઓનો ભક્તિ ભાવથી સત્કાર કર્યો છે. મુખ્યપ્રધાને તાના રીરી બહેનોને ઐતિહાસિક (tanariri history in gujarati) વાત કરી જણાવ્યું હતું કે, આ ગુર્જર નારી રત્નોની આત્મ સન્માન સ્વભિમાનની ગાથા તાના રીરીએ સદાકાળ અમર કરી દીધી છે. કલા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીતની વિરાસત રાજ્યઆશ્રિત ક્યારેય ના હોવો જોઇએ, રાજ્ય પુરસ્કૃતિત જ હોવો જોઇએ તેવો અમારો સ્પષ્ટ મત છે, તેવું જણાવી મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને- પ્રોત્સાહન પીઠ બળ આપીને આવી કલા પ્રવૃતિનું જતન, સંવર્ધન અને માવજતનું દાયિત્વ નિભાવી રહી છે.
મુખ્યપ્રધાને સાડા છ કરોડ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા
મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના રીરી સંગીત મહાવિધાલય પરફોર્મિગ આર્ટસ કોલેજ વડનગર ખાતે શરૂ કરવામાં આવી છે. આ કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિક અને ભારતીય નૃત્ય પરંપરાના છ મહિનાના ટુંકા કોર્ષ ચાલી રહ્યા છે. તેમજ ડિગ્રી ડિપ્લોના અભ્યાસક્રમોનો આયોજન છે. હાલ 130 વિધાર્થીઓ અભ્યાસ કરી પારંગત થઇ રહ્યા છે. રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને- પ્રોત્સાહન આપીને પીઠબળ આપીને આવી કલા-પ્રવૃતિનું જતન સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે તેવું કહીને તેમણે વડનગરની પુણ્યધરા ઉપરથી તાના રીરી એવોર્ડથી સન્માનિત થયેલા બે સિધ્ધહસ્ત સંગીતજ્ઞ નારી રત્નોને ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા.
![વડનગરમાં બે દિવસીય તાના રીરી મહોત્સવ 2021ને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-01-tanariri-1st-day-cm-special-7205245_13112021095433_1311f_1636777473_15.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003ના વર્ષમાં કરી શરૂઆત
અત્રે ઉલ્લેખનીય છે કે તાના રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003ના વર્ષમાં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. તાના રીરી મહોત્સવ સંદર્ભે તાના રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત 2010માં રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાનને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ (tana riri award), 2010માં પ્રથમ વર્ષે ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને તત્કાલીન માન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. તાના રીરી સંગીત સન્માન એવોર્ડ 2011માં બીજા વર્ષે પદ્મભૂષણ સુશ્રી ગિરિજાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો. 2012માં કિશોરી અમોનકર, 2013માં પરવિન બેગમ સુલતાન તેમજ વર્ષ ૨૦૧૪નો એવોર્ડ ડૉ .પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો. ૨૦૧૬માં શ્રીમતી વિદૂષી મંજુબહેન મહેતા, અમદાવાદ અને ડૉ શ્રીમતી લલિત જે. રાવન મહેતા, બેંગ્લોરને અર્પણ કરાયો હતો.
![વડનગરમાં બે દિવસીય તાના રીરી મહોત્સવ 2021ને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-01-tanariri-1st-day-cm-special-7205245_13112021095433_1311f_1636777473_846.jpg)
પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ, ડો. વિરાજ અમરભટ્ટ દ્વારા ગાયન
2017માં આ એવોર્ડ પદ્મભૂષણ ડૉ.શ્રીમતી એન.રાજમ અને વિદૂષી રૂપાંદે શાહને અર્પણ કરાયો. જ્યારે 2018માં પદ્મશ્રી આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો. 2019માં આ એવોર્ડ સુશ્રી અશ્વિની ભીંડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને અર્પણ કરાયો હતા. તાનારીરી એવોર્ડ-2020 સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો. તાના-રીરી એવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, મુંબઇ અને સુશ્રી ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવ્યો છે. આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂપિયા 2,50,000નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યપ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. તાના રીરી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં પ્રથમ દિવસે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ, ડો. વિરાજ અમરભટ્ટ દ્વારા ગાયન અને ડો. એલ સુબ્રમણ્યમ દ્વારા વાયોલીન વાદનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 120 ભૂંગળ વાદકોએ 5 મિનિટ સમુહ ગાન ગાઇ વિશ્વ રેકોર્ડ રચ્યો હતો. મુખ્યપ્રધાન દ્વારા તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
![વડનગરમાં બે દિવસીય તાના રીરી મહોત્સવ 2021ને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-01-tanariri-1st-day-cm-special-7205245_13112021095433_1311f_1636777473_667.jpg)
આ પણ વાંચો: Tana RiRI Mahotsav 2021: 112 ભૂંગળ વાદકોએ સતત 5 મિનિટ વગાડવાનો વિક્રમ સર્જ્યો
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે: નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ