- મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
- મહેસાણા જિલ્લાની મહિલાઓને સ્ત્રી ભૃણ હત્યા નાબૂદ થવાનું ગૌરવ
- મહેસાણા જિલ્લામાં શ્રેષ્ટ કામગીરી કરનારી સ્ત્રી શક્તિઓનું કરાયું સન્માન
મહેસાણા : શહેરમાં આવેલા સાર્વજનિક શૈક્ષણિક કેમ્પસમાં MSW અને BSWના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા મહિલા સમાજ કલ્યાણના અધિકારી અને મહિલા અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહિલા દિવસની સૌને શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો - ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ
સ્પર્ધકોએ રજૂ કર્યું પોતાનું કૌશલ્ય
મહિલાઓના વિકાસ અને કાર્યોને ઉજાગર કરતા વિવિધ ક્ષેત્રે મહિલાઓના પ્રેરણાત્મક અને નોંધપાત્ર કાર્યોને લઈ મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુંદર રંગોળી અને પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લઈને સ્પર્ધકો દ્વારા પોતાનું કૌશલ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - કોરોના સંક્રમિત લોકોની સેવા કરનાર મહિલાઓનું સમ્માન કરી મહિલા દિવસની ઉજવણી કરાઈ
જિલ્લામાં સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા શપથ.!
મહેસાણા જિલ્લામાં સ્ત્રીભૃણ હત્યા અટકાવવા અને બેટી બચાવો બેટી પઢાવોના અભિગમને આગળ લઈ જવાના શપથ ગ્રહણ કરી મહિલાઓ માટે ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Women's day : ETV Bharatની મહિલા કર્મચારીઓના દિલની વાત