ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં રોગચાળો વકર્યો, મેલેરિયાના 48, ડેન્ગ્યુના 46 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા - મહેસાણા જિલ્લામાં ચિકનગુનિયા

મહેસાણા જિલ્લા (Mehsana District)માં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં મેલેરિયા (Malaria), ડેન્ગ્યુ (Dengue fever) અને ચિકનગુનિયા (Chikungunya virus infection)ના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં મેલેરિયાના 3,05,097, ડેન્ગ્યુના 374 અને ચિકનગુનિયાના 91 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા 48 મેલેરિયા (Malaria Cases In Mehsana), 46 ડેન્ગ્યુ (Dengue Cases In Mehsana) અને 07 ચિકનગુનિયા (Chikungunya Cases In Mehsana)ના કેસો સામે આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં રોગચાળો વકર્યો
મહેસાણા જિલ્લામાં રોગચાળો વકર્યો
author img

By

Published : Oct 9, 2021, 1:45 PM IST

  • આરોગ્ય વિભાગની કામગીરી વચ્ચે પણ રોગચાળાએ માથું ઊંચક્યું
  • મહેસાણા જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાયા
  • મેલેરિયાની તપાસ માટે ચાલું વર્ષે 3,05,097 સેમ્પલ લેવાયા

મહેસાણા: રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જો કે બીજી તરફ રોગચાળો વધી રહ્યો છે. રાજ્યમાં મેલેરિયા (Malaria), ડેન્ગ્યુ (Dengue fever) અને ચિકનગુનિયા (Chikungunya virus infection)ના કેસો વધી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે, જેમાં સરકારી દવાખાને અત્યાર સુધીમાં મેલેરિયાના 3,05,097, ડેન્ગ્યુના 374 અને ચિકનગુનિયાના 91 સેમ્પલનું પરીક્ષણ કરાતા 48 મેલેરિયા (Malaria Cases In Mehsana), 46 ડેન્ગ્યુ (Dengue Cases In Mehsana) અને 07 ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા (Chikungunya Cases In Mehsana)ના આ કેસો જિલ્લા માટે લાલબત્તી સમાન છે.

મેલેરિયા માટે 3,05,097 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા

સામાન્ય રીતે ઋતુ બદલાતા રોગચાળો વકરતો હોય છે. તેવામાં ચાલું વર્ષે ચોમાસાની સીઝનમાં આરોગ્ય વિભાગની કામગીરી વચ્ચે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ચાલું માસે પણ સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલો અને નાના દવાખાનામાં આવતા દર્દીઓની ચાલું વર્ષે તપાસ કરવામાં આવતા મેલેરિયા માટે 3,05,097 જેટલા લોહીના નમૂના, ડેન્ગ્યુ માટે 374 અને ચિકનગુનિયા માટે 91 સેમ્પલ લઈ પરીક્ષણ કરાવતા અત્યાર સુધીમાં કુલ 48 મેલેરિયા, 46 ડેન્ગ્યુ અને 07 ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે.

ગત વર્ષની સરખામણીએ 2021, સપ્ટેમ્બરમાં મેલેરિયાના કેસ ઘટ્યા

આ રોગચાળાના આંકડા જોતા ગત વર્ષે સપ્ટેમ્બર માસની સ્થિતિએ મેલેરિયામાં 16 કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ડેન્ગ્યુના 30 અને ચિકનગુનિયાના 05 કેસોમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર માસને અંતે વર્ષ 2020 અને 2021માં રોગચાળાની સ્થિતિ વિશે વાત કરીએ તો. 2020માં મેલેરિયાના 64 , ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવ્યા હતા. જ્યારે 2021માં મેલેરિયાના 48, ડેન્ગ્યુના 46 અને ચિકનગુનિયાના 7 કેસો સામે આવ્યા છે.

આ પણ વાંચો: કારમાંથી મળ્યો 27 લાખથી વધુ કિંમતનો ચરસનો જથ્થો, મહેસાણા પોલીસે 3 શખ્સને ઝડપ્યા

આ પણ વાંચો: મહેસાણામાં એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો, 10 તાલુકામાં અનરાધાર મેઘવર્ષા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.