મહેસાણા: ઊંઝાના વરવાડા પાસે ખેરાલુનો પંડ્યા પરિવાર કારમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક કાર પાણીના વહેણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. કારમાંથી 2 પુરુષો અને 3 મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઊંઝા સિવિલના તબીબે 2 પુરુષ પિતા પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. તો 3 મહિલાઓનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી છે.
ઊંઝાના વરવાડા પાસે પાણીના વહેણમાં કાર સાથે ખેરાલુનો પરિવાર તણાયો, 2ના મોત - heavy rain in mehsana
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઊંઝા તાલુકાના વરવાડા ગામ પાસે કાર સાથે પસાર થઇ રહેલા ખેરાલુના એક પરિવારના 5 સભ્યો પાણીમાં તણાયા હતા. આ ઘટનામાં પિતા અને પુત્રનું મોત થતા ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.
![ઊંઝાના વરવાડા પાસે પાણીના વહેણમાં કાર સાથે ખેરાલુનો પરિવાર તણાયો, 2ના મોત ઊંઝાના વરવાડા પાસે પાણીના વહેણમાં કાર સાથે ખેરાલુનો પરિવાર તણાયો, 2ના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8535806-thumbnail-3x2-kkkkkkkkk.jpg?imwidth=3840)