મહેસાણાઃ રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલના ગઢ મહેસાણામાં જ તેમના માર્ગ મકાન વિભાગની પોલ છતી થઈ છે, જેમાં અમદાવાદથી મહેસાણા થઈ રાજસ્થાન જતા નેશનલ હાઇવેના ટ્રાફિકને અટકાવવા મહેસાણા નજીક બાયપાસ હાઇવે બનવવામાં આવ્યો હતો.
આ ધોરીમાર્ગ બન્યાના ગણતરીના સમયમાં જ ખખડધજ થઈ જતા બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. બાયપાસ હાઇવેના નિર્માણમાં જનતાના પૈસા પાણીમાં ગયા હોવાનો શૂર ઉઠ્યો હતો, છતાં તંત્રએ તે છુપાવવા અનેક વાર પ્રયાસો કરી માર્ગનુ સમારકામ કરાવ્યુ હતુ.
વર્ષ 2012માં બનેલો આ ઓવર બ્રિજ બન્યાના 7 જ વર્ષમાં જર્જરિત બન્યો હતો, ત્યારે હાલમાં તંત્રએ આ માર્ગ પર આવતા તમામ વાહનોને ડાયવર્ઝન આપી તાત્કાલિક અસરથી રીપેરીંગ કામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.