- ઊંઝા પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ
- પાંજરાપોળમાં આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ
- ઊંઝા સહિતની નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી
![પાંજરાપોળમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11077659_ujna_7205245.jpg)
આ પણ વાંચોઃ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી
મહેસાણાઃ ઊંઝા ખાતે આવેલા પાંજરાપોળમાં બપોરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાંજરાપોળમાં ઘાસચારો ભરવાના ગોડાઉનમાં અગમ્ય કારણો સર લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઊંઝા નગરપાલિકા સહિત વિસનગર વડનગર મહેસાણા સહિતથી 4 ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાસ્થળે આવેલા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવી ઘાસચારામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
![ઊંઝા સહિતની નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11077659_ujna_a_7205245.jpg)
આ પણ વાંચોઃ સાવલી તાલુકાના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં રીએક્ટર ફાટતાં ભીષણ આગ
તંત્રએ તપાસ હાથ ધરી..!
પાંજરાપોળમાં લાગેલી આગ મામલે ફાયર વિભાગ સહિત તંત્રએ આગ લાગવાનું કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.