ETV Bharat / state

પુરાતત્વના ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા - નરેન્દ્ર મોદી

ઐતિહાસિક વારસા સાથે વણાયેલા પૌરાણિક નગરી વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ચાલી રહેલા સંશોધનમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા છે.

પુરાતત્વના ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા

author img

By

Published : Nov 2, 2020, 4:23 PM IST

  • વડનગરના પેટાણમાં રહેલા 10 પૈકી 2 સ્તૂપ શોધવામાં મળી સફળતા
  • વડનગર ઐતિહાસિક નગરીની સાથે PM મોદીના વતન તરીકે દેશ અનવ દુનિયામાં જાણીતું નગર
  • ઐતિહાસિક નગર 2500 વર્ષ જૂનું

વડનગરઃ સદીઓનો ઇતિહાસ જેના પેટાણમાં સમાયેલો છે, એવી પ્રાચીન નગરી વડનગરમાં વર્ષ 2015થી ASI (કેન્દ્રીય પુરાતત્વ વિભાગ) દ્વારા નગરના જુદા-જુદા વિસ્તારોમાં સર્વે કરી એક અનુમાન પ્રમાણે સદીઓ પહેલા વડનગરના પેટાણમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા જમીનમાં સંશોધનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે શહેરના રેલવે ફાટક નજીક માલ ગોડાઉન નજીક ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અગાઉ મહાકાય માટલા અને એક ભિક્ષુકનું હાડપિંજર અને દીવાલ સહિત સમાધિના સ્ટ્રક્ચર મળી આવ્યા હતા. જો કે તાજેતરમાં આ સાઇટ પરથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય એટલે કે મંદિર અને પ્રાર્થના ગૃહ મળી આવ્યા છે. જેને જોતા પુરાતત્વના જાણકાર સૂત્રોના એક અનુમાન પ્રમાણે આ બન્ને સ્થાપત્યો 20થી 20ની લંબાઈ પહોળાઈ ધરાવે છે અને તે 2જીથી 5મી સદીના હોઈ શકે છે.

પુરાતત્વના ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા
પુરાતત્વના ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા

બૌદ્ધ સ્તૂપ હોવાની તપાસ

પુરાતત્વ વિભાગ દ્વારા વડનગરમાં 10 જેટલા બૌદ્ધ સ્તૂપ હોવાની તપાસ કરતા અત્યાર સુધીમાં બે સ્તૂપ મળી આવ્યા છે. જેમાં અગાઉ એક ઘાસકોળ દરવાજા પાસે અને હાલમાં રેલવે ફાટક નજીકથી મળી આવ્યા છે, તો અન્ય સ્તૂપ અને ઇતિહાસના પૌરાણિક પુરાવા મેળવવા સતત કેન્દ્રીય પુરાતત્વ વિભાગ કામે લાગેલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન

વડનગર ઐતિહાસિક નગર તરીકે વિશ્વમાં જાણીતું છે, સાથે જ હાલના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે પણ દેશ વિદેશમાં જાણીતું છે. ત્યારે 2500 વર્ષ જૂના ઇતિહાસમાં આ નગરનું સાત વાર નિર્માણ થયું હોવાથી હાલમાં મળતા પૌરાણિક સ્ટ્રક્ચરો અલગ-અલગ સદીના હોવાના અવશેષ મળી રહ્યા છે. પરંતુ ઇતિહાસના પાને દર્શવાયેલ વડનગરમાં બૌદ્ધ ધર્મનું સ્થાન આજે પણ આ જમીનમાંથી સંશોધન કરતા પુરાતત્વ વિભાગને જણાઈ આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.