- તંત્રએ રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો
- આગામી દિવસમાં બર્ડ ફ્લૂ માટે તંત્રનો એક્શન પ્લાન તૈયાર
- 4 કાગડાના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એ હાશકારો અનુભવ્યો
મહેસાણાઃ જિલ્લામાં બર્ડ ફ્લૂ માટે આજ દિન સુધી ઘનિષ્ટ સર્વેલન્સની કામગીરી થઇ રહી છે. બર્ડ ફ્લૂ તકેદારીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મહેસાણા જિલ્લામાં મોઢેરા સૂર્યમંદિર ખાતે 07 જાન્યુઆરીના રોજ 04 કાગડાઓના મૃતદેહ મળ્યા હતા. જેઓના પરીક્ષણ માટે ભોપાલ મોકલવામાં આવેલા હતા. જેનું પરીણામ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુંભવાયો છે.
તંત્ર દ્વારા બર્ડ ફ્લૂને લઈ એક્શન પ્લાન તૈયાર કરાયો છે
મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર કોઇપણ પરિસ્થિતને પહોંચી વળવા સજ્જ છે. જિલ્લામાં પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા સર્તકતાથી કામ થઇ રહ્યું છે. આ ઉપરાંત આાગામી સમયમાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તકેદારીના પુરતાં પગલાં રાખવામાં આવ્યા છે.