ETV Bharat / state

ICDSની બેઠકમાં સમિતિ ચેરમેનના પતિએ સભા સંબોધી, પત્ની બિન અનુભવી હોવાનું સ્વીકાર્યુ - mehsana update

મહેસાણા જિલ્લા પંચાયતમાં મળેલી ICDS શાખાની બેઠકમાં મહિલા અને બાળ વિકાસ સમિતિઓના ચેરમેન મીના પટેલ સ્ટેજ પર શોભાના ગાંઠિયાની જેમ બેસી રહ્યા હતા. ત્યાં તેમને મળેલી સત્તાનો કારભાર તેમના પતિએ સંભાળી બેઠકમાં પોતાનું સંબોધન કર્યું હતું.

ICDSની બેઠકમાં સમિતિ ચેરમેનના પતિએ સભા સંબોધી

author img

By

Published : Jun 16, 2021, 7:08 AM IST

  • ICDSની બેઠકમાં સમિતિ ચેરમેનને પતિએ માંડ્યો મોરચો
  • પત્નીને અનુભવ નથી માટે ચેરમેનના પતિ સ્ટેજ પર બેઠા..!
  • મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનનાા પતિએ ICDSની સભા સંબોધી

મહેસાણાઃ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવતા જ ભાજપના નવા પદાધિકરીઓ ઘેલમાં આવી ગયા છે. જોકે અનુભવ વગર સત્તા પણ પાંગળી બની જતી હોય તેમ જિલ્લા પંચાયતમાં મળેલી ICDS શાખાની બેઠકમાં મહિલા અને બાળ વિકાસ સમિતિઓના ચેરમેન મીના પટેલ સ્ટેજ પર શોભાના ગાંઠિયાની જેમ બેસી રહ્યા હતા. ત્યાં તેમને મળેલી સત્તાનો કારભાર તેમના પતિએ સંભાળી બેઠકમાં પોતાનું સંબોધન કર્યું હતું.

ICDSની બેઠકમાં સમિતિ ચેરમેનના પતિએ સભા સંબોધી
ICDSની બેઠકમાં સમિતિ ચેરમેનના પતિએ સભા સંબોધી

મહિલા ચેરમેનના પતિએ પત્ની બિન અનુભવી હોવાનું કબુલ્યું

મહેસાણા જિલ્લા પંચાયતમાં મળેલી ICDS શાખાની બેઠકમાં મહિલા ચેરમેનનાં પતિ બિન અધિકૃત રીતે બેઠકમાં સ્ટેજ પર મળેલી ખુરશીમાં પ્રથમ હરોળમાં સ્થાન મેળવી સમગ્ર બેઠકમાં જાણે કે પોતે જ ચેરમેન હોય તે રીતે સંબોધનો અને નિર્ણયો રજૂ કરી ઠરાવ પસાર કર્યા હતા. ત્યાંજ મીડિયાની નજર પડતા તેઓને પૂછવામાં આવ્યું કે, તમે પદાધિકારી છો કે કેમ ત્યારે તેમને પોતાની પત્ની બિન અનુભવી હોઈ પોતે બેઠકમાં નિર્ણય કરતા હોવાની વાત સ્વીકારી હતી. આથી પત્નીને મળેલો પદભાર ગેરરીતિથી પોતે ઉપાડી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લા પંચાયત ખાતે બજેટને લઇને સમિતિ સભ્યોની બેઠક યોજાઈ

ICDSની વિવાદિત બેઠક અને ઠરાવો મામલે તંત્ર તપાસ કરશે

એક તરફ ક્યાં સ્ત્રી શક્તિકરણની વાતો થઈ રહી છે ત્યાં બીજી તરફ મહેસાણા જિલ્લા પંચાયતમાં મહિલા ચેરમેનના હક અધિકારો પતિદેવ નરેન્દ્ર પટેલ ભોગવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતની આ વિવાદિત બેઠકોમાં આ મામલે તંત્ર દ્વારા તપાસ કરી ઠરાવ મંજુર રાખવા કે નહીં અને કોઈ કાર્યવાહી કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.