ETV Bharat / state

Omicron in Gujarat: વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં સરકારી હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો - મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ એલર્ટ

વડાપ્રધાન મોદીના વતન વડનગર (vadnagar modis hometown) માં આજે ઓમિક્રોનની સંભાવનાને પગલે હોસ્પિટલમાં વિવિધ વ્યવસ્થા ઉભી કરાઈ છે. 40 બેડ ઓક્સિજન પોઇન્ટ સાથે તૈયાર કરાયા છે. વેન્ટિલેટર સહિતની મેડિકલ સાધન સામગ્રીથી વોર્ડ (Omicron in Gujarat) સજ્જ કરાયો છે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપી સજ્જ કરાયો છે, તો મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનનો હાલમાં એક પણ કેસ નોંધાયો નથી.

An Omicron Ward: વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં સરકારી હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો

author img

By

Published : Dec 8, 2021, 3:37 PM IST

Updated : Dec 8, 2021, 5:27 PM IST

  • વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો
  • મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનની સંભાવનાઓને પગલે તંત્રની તૈયારીઓ
  • કોરોનામાં 200 બેડની સુવિધા સાથે વડનગરની હોસ્પિટલે આપી નિઃશુલ્ક સેવા

વડનગર: મહેસાણા જિલ્લામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર (vadnagar modis hometown) ખાતે કાર્યરત વડનગર જી.એમ.ઈ.આર.એસ. સરકારી હોસ્પિટલમાં કોરોનની પ્રથમ અને દ્વિતીય બન્ને લહેરમાં 200 બેડની વ્યવસ્થા સાથે અનેક દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આજે દેશ પર ઓમિક્રોન જેવા વેરિયન્ટની સંભાવના (Omicron threat in India) જોવા મળી રહી છે, ત્યારે વડનગરની આ હોસ્પિટલમાં સરકારની સૂચનાથી પાણી પહેલા પાળ બંધવાની શરૂઆત કરવામા આવી છે.

An Omicron Ward: વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં સરકારી હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો

આ પણ વાંચો: Omicron variant of Concern : તેના 50 જેટલા મ્યુટેશન અને રસી વિશે જણાવે છે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. સમીર ગામી

વડનગર મેડિકલ હોસ્પિટલ અને વહીવટી તંત્રની તૈયારીઓ

ઓમિક્રોનની સારવાર માટે 40 બેડનો વોર્ડ (Omicron in Gujarat ) શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં 40 જેટલા ઓક્સિનજન પોઇન્ટ અને વેન્ટિલેટર સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સજ્જ (Medical and paramedical staff alert) કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હાલમાં મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન (Omicron in mehshana)નો એક પણ કેસ સામે આવ્યો નથી, તો કોરોનાના કેસમાં પણ રાહત જોવા મળી છે. છતાં આ કોરોના અને ઓમિક્રોન સહિતની તબીબી સારવાર અને વ્યવસ્થા માટે સરકારની સાથે સાથે વડનગર મેડિકલ હોસ્પિટલ અને વહીવટી તંત્ર સઘન પ્રયાસો કરી રહ્યું છે.

આ પણ વાંચો: Corona Cases In Gujarat: આજે આવેલા કોરોનાના આંકડાએ શ્વાસ અધ્ધર કર્યા, અમદાવાદની હાલત ચિંતાજનક

Last Updated : Dec 8, 2021, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.