- કડી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો
- પાલિકાએ વેપારીઓ સાથે બેઠક યોજી
- રાત્રિના 8 વાગ્યા પછી ખાણી પીણીની દુકાનો પર પાર્સલ સેવા જ ઉપલ્બધ્ધ
મહેસાણા : કડીમાં સંક્રમણ અટકાવવા પાલિકાએ વેપારીઓ સાથે મળીને બેઠક યોજી હતી. રાત્રિના 8 વાગ્યા પછી ભીડ ભેગી કરવા પર અંકુશ જારી કર્યો હતો. મહેસાણા જિલ્લામાં કોરોના કેસ વધતા વાઇરસના સંક્રમણનો ભય વધારે જોવા મળી રહ્યો છે. સંક્રમણ વધે નહિ તે માટે કડી નગરપાલિકા વિસ્તારમાં પાલિકા અને વેપારીઓ વચ્ચે મળેલી બેઠકમાં રાત્રિના 8 વાગ્યા બાદ ખાણી પીણીની દુકાનો પર માત્ર પાર્સલ સેવા આપવા અને બિન જરૂરી ભીડ ભેગી ન કરવા ફરમાન કરવામાં આવ્યું છે.
![મહેસાણા-કડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-01-kadi-corona-pic-7205245_04042021103402_0404f_1617512642_473.jpg)
આ પણ વાંચો : કુંભ પર 'મહા' ગ્રહણ: હરિદ્વારમાં 4 દિવસમાં 7 સાધુ કોરોના પોઝિટિવ
કડી નગરપાલિકા વિસ્તારમાં કોરોના કેસોમાં વધારો
કડી નગરપાલિકા વિસ્તારમાં સંક્રમણ અટકાવવા તંત્ર અને નાગરિકો માટે ખાસ નિર્ણય કડી નગરપાલિકા વિસ્તારમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવાના ભાગ રૂપે કલેક્ટરના આદેશથી સ્થાનિક તંત્ર દ્વારા વેપારી એસોશિએશનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓ સ્વૈચ્છિક રીતે સામાજિક અંતર જળવાય તેવી વ્યવસ્થા કરે અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરે તેવી તૈયારી બતાવી હતી.
![મહેસાણા-કડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-01-kadi-corona-pic-7205245_04042021103402_0404f_1617512642_133.jpg)
આ પણ વાંચો : દીવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્તઃ ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
હોટલોમાં 50 ટકા સંખ્યા સાથે વ્યવસાય કરે તેવું સૂચન કરાયું
નગરપાલિકાના અધિકારી અને નગર સેવકો સાથે મામલતદારના અધ્યક્ષ સ્થાને વેપારીઓની બેઠકમાંમાં વેપારીઓ ભીડ ભેગી ન કરે અને રાત્રિના 8 વાગ્યા પછી ખાણી-પીણીના પાર્સલની સેવા જ આપે. તથા હોટલોમાં 50 ટકા સંખ્યા સાથે વ્યવસાય કરે તેવું સૂચન કરાયું છે.