- ટેન્કરચાલક અકસ્માત સર્જી ભાગવા જતા રામોસણા બ્રિજ પાસેથી ઝડપાયો
- મહેસાણાના ભાટિયા પરિવારને નડ્યો અકસ્માત
- માતા-પુત્રનું મોત થયું તેમજ પિતા ઈજાગ્રસ્ત
મહેસાણા: શહેરના શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતા ભાટિયા પરિવારના 3 સભ્યો ખેરવા કોવિડ કેર સેન્ટરની કેન્ટીનમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. સાંઈ બાબા મંદિર બ્રિજ પાસે પુરપાટ ઝડપે આવતા એક ટેન્કરચાલકે આ પરિવારના ત્રણેયને સભ્યોને એક્ટિવા પર જતાં ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવકની પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું છે. યુવકને ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી છે. અકસ્માત કરનાર ટેન્કરચાલક ફરાર થવાની કોશિશ કરતા અંતે થોડેક દૂરથી ઝડપાઇ ગયો હતો તો પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત
એક્ટિવાને ટક્કર મારતા ટેન્કરચાલકે મૃતકોને રોડ પર લાંબે સુધી ધસેડયા
મહેસાણા ઉચરપી રોડ પર ટેન્કરની ટકકરે કરેલા એક્ટિવાના અકસ્માતમાં ટેન્કરચાલકે બેફામ વાહન હંકારી એક્ટિવા પર જતાં સંદીપ ભાટિયા તેમના પત્ની વણીતાબેન અને પુત્ર હેતને ટક્કર મારી હતી. જેમાં ટેન્કરચાલકે માતા અને પુત્રને રોડ પર લાંબે સુધી ધસેડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બન્નેના ઘટના સ્થળે જ મોત થયા છે, તો એક્ટિવાચાલક યુવકને ઇજાઓ પહોંચતા સારવાર અપાઈ છે.
આ પણ વાંચો: આદિપુરમાં પિતા-પુત્રને મોતને ઘાટ ઉતારી કારચાલક ફરાર