ETV Bharat / state

મહેસાણામાંથી 1000 અને 500ની 86 લાખની જૂની ચલણી નોટો મળી - gujarat news

મહેસાણામાં લાખોની જૂની ચલણી બજારમાં હોઈ ગેરકાનૂની રીતે તેની અદલાબદલીનું સેટિંગ કરવામાં આવતું હોવાની માહિતી મહેસાણા જિલ્લા પોલીસને મળતા પોલિસે બાતમી આધારે 500 અને 1000ની જૂની ચલણી નોટોના 86 લાખ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

Mehsana
Mehsana
author img

By

Published : Mar 12, 2021, 7:08 PM IST

  • મહેસાણામાંથી 1000 અને 500ની 86 લાખની જૂની ચલણી નોટો મળી
  • જૂની ચલણી નોટો સામે નવી નોટો આપવાનું કૌભાંડ સામે આવ્યું
  • નોટબંધીના ચાર વર્ષ બાદ જૂની નોટ મળી

મહેસાણા : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો આધારે આતંકી પ્રવૃત્તિઓ અને ગેરકાનૂની રીતે ભારતીય ચલણના ઉપયોગ સાથે ભ્રષ્ટાચારને નાથવા 1000 અને 500ની ચલણી નોટો પર 4 વર્ષ પહેલાં વર્ષ 2016માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે બાદ જૂની નોટો સામે આધાર પુરાવા સાથે ભારતીય નાગરિકોને નવી ચલણી નોટો આપવામાં આવી હતી. જોકે મહેસાણામાં હજુ પણ લાખોની જૂની ચલણી બજારમાં હોઈ ગેરકાનૂની રીતે તેની અદલાબદલીનું સેટિંગ કરવામાં આવતું હોવાની માહિતી મહેસાણા જિલ્લા પોલીસને મળતા પોલિસે બાતમી આધારે 500 અને 1000ની જૂની ચલણી નોટોના 86 લાખ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસે ડમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડ્યું

મહેસાણા જિલ્લા પોલીસને મળેલી બાતમી આધારે મહેસાણા માનવ આશ્રમ સાંઈબાબા મંદિર પાસે નોટોની અદલાબદલીનું કારસ્તાન કરતા ખેરાલુના કિશોર ઓડ અને વડનગરના વલાસણા ગામનો વિજય રાઠોડને પોલીસના ડમી ગ્રાહકે બોલાબી પૈસાની અદલાબદલી કરવા જતાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બનેં શખ્સો પાસે મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો હોઈ તેમની સામે પોલીસે CRP C41(1)D મુજબ અટકાયતી પગલાં ભરી તમામ 1 હાજર અને 500ના દરની જૂની ચલણી નોટો સિઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરતમાંથી જૂની રદ્દ કરાયેલી 99 લાખ રૂપિયાની નોટો સાથે એકની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.