- મહેસાણા જિલ્લાના ઊંઝામાં કોરોનાના કેસ વધતા તંત્ર અને સ્થાનિકો ચિંતિત બન્યા
- લોકોને સલામત રાખવા તંત્રએ સ્થાનિકો, અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા ખાસ બેઠક
- એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC મસાલા માર્કેટ પણ 8 દિવસ માટે સ્વૈચ્છિક રીતે બંધ
મહેસાણા: ઊંઝામાં કોરોનાના કેસ વધતા તંત્ર અને સ્થાનિકો ચિંતિત બન્યા છે. ત્યારે લોકોને સલામત રાખવા તંત્રએ સ્થાનિકો, અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા ખાસ બેઠક યોજીને ઊંઝામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા વાટાઘાટો કરી હતી. 14 એપ્રિલથી 8 દિવસ માટે ઊંઝા શહેરમાં સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ બંધ પાળવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કોરોનાના કારણે ખેડાના તમામ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન
મહેસાણા જિલ્લામાં કોરોનાના 1,000થી વધુ એક્ટિવ કેસો
મહેસાણા જિલ્લાના ઊંઝામાં કોરોનાના કેસ વધતા તંત્ર અને સ્થાનિકો ચિંતિત બન્યા છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના 1,000થી વધુ એક્ટિવ કેસો છે. ત્યારે લોકોને સલામત રાખવા 14 એપ્રિલથી 8 દિવસ માટે ઊંઝા શહેરમાં સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ બંધ પાળવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC મસાલા માર્કેટ પણ કોરોના સંક્રમણ અટકાવવા 14 એપ્રિલથી 8 દિવસ માટે સ્વૈચ્છિક રીતે બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નડીયાદના ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લૉકડાઉન અમલી