- મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરહાજર 79 GRD જવાનો ફરજ મોકૂફ કરાયા
- વિસનગરના 17, સતલાસણાના 11 અને મહેસાણાના 10 સસ્પેન્ડ GRD જવાન
- જિલ્લા પોલીસ વડાના આદેશથી લેવાયો નિર્ણય
મહેસાણા : જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે નગરપાલિકા મળી ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તમામ પોલીસ કર્મીઓ સાથે GRD જવાનોને ફરજ પર તૈનાત રહેવા જિલ્લા પોલીસ વડાએ ખાસ આદેશ આપ્યો હતો. જો કે આ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર હાજર ન રહેનારા વિવિધ પોલીસ સ્ટેશનના કુલ 79 GRD જવાનોને બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ મોકૂફ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત
GRD જવાનો ગેરહાજર રહેતા લેવાયો નિર્ણય
ચૂંટણી ફરજ મામલે GRD જવાનોને સસ્પેન્ડ કરવાના નિર્ણયમાં DSP દ્વારા 79 જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જેમાં વિસનગરમાંથી 17, સતલાસણામાંથી 11 અને મહેસાણામાંથી 11 GRD જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - મહેસાણામાં આસોડા ગામના જશમલનાથ મંદિરે શિવરાત્રીની ઉજવણી