- સેવાભાવી વ્યક્તિ દ્વારા 5000 માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે
- મહામારી સમયે લોકોને રક્ષણ મળે માટે નાનકડો પ્રયાસ
- જૈન સમાજના અગ્રણી દ્વારા કરાયું સેવા કાર્ય
મહેસાણા : જિલ્લામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસની બીમારીને લઈ પણ વધુ એક મહામારી આવી પડી છે, ત્યારે આ ગંભીર બીમારીઓ સામે સાવચેતી એજ પહેલું રક્ષણ માની શનિવારના રોજ વિનસગર શહેરના લોકોમાં જાગૃતિ લાવવા જૈન સમાજના સેવાભાવી વ્યક્તિ નિમેષ તાવડા દ્વારા સ્વખર્ચે 5,000 નંગ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી અને સરકારી તબીબો સાથે કાર્ય કરી દર્દીઓનો જીવ બચાવ્યો
જાહેર સ્થળે બેનર્સ લગાવીને જાગૃત કરવાનો પ્રયાસ
વિસનગર શહેરના જાહેર સ્થળે ઉભા રહીને માસ્ક ન પહેરનારા લોકોમાં માસ્કનું વિતરણ કરીને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સેવાભાવી વ્યક્તિ દ્વારા નાગરિકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા માટે જાહેર સ્થળે બેનર્સ લગાવીને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ સાથે કોરોના રસી લઈ સુરક્ષિત બનવા માટે પણ નિમેષ તાવડા દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - વિસનગરમાં સિવિલ હોસ્પિટલને 12,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે