મહેસાણાઃ ખેરાલુ-સિદ્ધપુર હાઇવે પર મોડી રાત્રે 20 જેટલા મજૂરો ભરી ખેડબ્રહ્માથી સિદ્ધપુર તરફ જઈ રહેલી જીપનાા ચાલકે કાબુ ગુમાવતા અદિતપુર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ ઝાડ સાથે ધકાભેર અથડાતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી લોકોને બચાવવા પ્રયાસ કર્યો હતો.
જો કે, ઘટનામાં એક બાળકી સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 12 જેટલા લોકોને અકસ્માતમાં નાની મોટી ઇજાઓ થતા નજીકના ખેરાલુ અને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
સમગ્ર મામલે ખેરાલુ પોલીસે ઘટના અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે જીપ ચાલકનેે ઊંઘનું જોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.