- પાંચોટ ગામે 10 વર્ષ અગાઉ બનેલી મારામારીની ઘટના
- મહેસાણાના પાંચોટ ગામના 20 આરોપીઓને 10 વર્ષની સજા
- રબારી સમાજના બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી
મહેસાણા : જિલ્લામાં આવેલ પાંચોટ ગામે 10 વર્ષ અગાઉ એક રબારી પરિવાર પર સમાજના કેટલાક લોકોએ યુવતીને ભગાડી જવા મામલે ટોળું બનાવી તકરાર કરી હતી. ધોકા, લાકડી અને તલવાર જેવા ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો. ફરિયાદી પક્ષના લોકોને ગંભીર રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાની એક આંખ ગુમાવી હતી.
આ પણ વાંચો : મોરબી: બાઈક અથડાતા બોલાચાલી સર્જાઈ, મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી
20 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી
હુમલામાં અન્ય લોકોને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈ પોલીસે ઘટનામાં સંકળાયેલા હુમલો કરનાર 20 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી હતી. સમગ્ર કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં જતા સરકારી વકીલ હસુમતી મોદીની દલીલો અને ઘટનાના સંયોગિક પુરાવા તથા આરોપીઓને ઓળખી બતાવી ઘટનાનો ચિતાર આપતા ભોગ બનનારોના કોર્ટ સમક્ષ નિવેદનને કોર્ટે ધ્યાને રાખ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા: વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો
20 આરોપીઓને 10 વર્ષની કેદની સજા
ગેરકાયદેસરની મંડળી રચી વયમન્ય ફેલાવી પોતાનો ઈરાદો પાર પાડવા જીવલેણ હુમલો કરનાર 20 હુમલાખોરોને કોર્ટે જુદી-જુદી કેદરમાં સજા અને દંડ ફટકાર્યો છે. જેમાં તમામ 20 આરોપીઓને 10 વર્ષની કેદની સજા અને દરેકને 5,000 હજારનો દંડ ફટકાર્યો છે.
ફરિયાદી
- રબારી ભરત ખોડ
આરોપી
- રબારી બળદેવ સરતાન
- રબારી વિહા બળદેવ
- રબારી કનુ બળદેવ
- રબારી વિષ્ણુ બળદેવ
- રબારી મગન રામ
- રબારી ફુલા મગન
- રબારી વિષ્ણુ મગન
- રબારી વિરમ માંડલ
- રબારી નારણ અમૃત
- રબારી જયેશ અમૃત
- રબારી ખોડ માલજી
- રબારી કનુ ખોડા
- રબારી દશરથ ખોડા
- રબારી દેવા ખોડા
- રબારી બાબુ લક્ષ્મ
- રબારી ભરત લક્ષ્મણ
- રબારી લક્ષ્મણ રામા
- રબારી લાલ લક્ષ્મણ
- રબારી ફુલા હીરા
- રબારી હીરા માલજી