ETV Bharat / state

મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત, 3 ઈજાગ્રસ્ત - પઢારિયા

મહેસાણા જિલ્લામાં રવિવારે લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન થયું હતુ, વરસાદી માહોલ વચ્ચે પઢારિયા ગામે વિજળી પડવાની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત, 3 સારવાર હેઠળ

author img

By

Published : Sep 6, 2020, 10:41 PM IST

  • મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત, 3 ઇજાગ્રસ્ત
  • વરસાદ પડતાં ટ્રોલી નીચે બેઠા હતા જ્યાં વીજળી ત્રાટકી
  • 3 લોકોના શરીરમાંથી વીજળી પસાર થઈ
  • કુલ 13 પૈકી 5 લોકો વીજળીની ઝપેટમાં આવ્યા
  • 8 લોકોનો આબાદ બચાવ, 3ને ઈજા અને 2ના મોત થયા

મહેસાણાઃ સામાન્ય દિવસો કરતા ચોમાસાની ઋતુએ કુદરતી આફતોનું જોખમ વધી જતું હોય છે, તેવામાં રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી 2 કલાકમાં અનેક સ્થળોએ જળબમ્બાકાર જેવી સ્થિતી સર્જી હતી. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે ભારે વીજળીના કડાકા સંભળાય હતા.

મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત, 3 સારવાર હેઠળ
મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતા 2ના મોત

જોકે તાલુકાના પઢારિયા ગામે ગૌચરમાં વૃક્ષ છેદન કરતા મજૂરો પર વીજળી ત્રાટકતા ડાભલા ગામના 23 વર્ષીય રમણ ઠાકોર અને 25 વર્ષીય દિલીપ ઠાકોર નામના વ્યક્તિઓનું અવસાન થયું છે, તો અન્ય 3 મજૂરોના શરીરમાંથી વીજળી પસાર થતા શરીરના કેટલાક ભાગે ભારે ઇજાઓ પહોંચી છે, જેને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તો સ્થાનિકો મતે વરસાદ વરસતો હતો જેથી તેઓ વૃક્ષ છેદન બંધ કરી ટ્રેકટરની ટ્રોલી નીચે બેસી વરસાદથી બચવા જતા એકાએક વીજળી પડતા તે પાંચેય વ્યક્તિઓ ફંગોળાઈ પટકાયા હતા, જેમાં 2ના મોત અને ત્રણ લોકોને ઇજાઓ પામ્યા છે. જોકે સમગ્ર મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.