ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં 1થી 7 ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઓનલાઇન ઉજવણી - World breastfeeding week celebration in mahisagar

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 1 થી 7 ઑગસ્ટ દરમિયાન સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત અંતર્ગત વંદે ગુજરાત ચેનલ પર તેમજ ઓનલાઇન સ્તનપાનનું મહત્વ સમજાવતા કાર્યક્રમો દર્શાવવામાં આવશે તેમજ આ સપ્તાહ દરમિયાન જન્મનાર બાળકોના ઘરે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મહીસાગર જિલ્લામાં 1 થી 7 મી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઓનલાઇન ઉજવણી

author img

By

Published : Aug 4, 2020, 10:53 PM IST

મહીસાગર: ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલાક બાળકો સતત બિમાર રહેતા હોય છે જ્યારે કેટલાક બાળકો હંમેશા નિરોગી અને સ્વસ્થ રહેતા હોય છે. એક જ વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓમાં વર્ષના પ્રથમ આગમન સાથે જ અમુકને તરત શરદી ખાંસી તાવ આવી જતા હોય છે. જ્યારે કેટલાંક બાળકોમાં ઋતુઓની વિષમતાની કોઈ અસર થતી નથી . આવું થવાનું મુખ્ય કારણ છે રોગપ્રતિકારક શક્તિ.

વર્ષોથી અનેક વૈજ્ઞાનિક સંશોધનોમાં સાબિત થયું છે કે સ્તનપાનમાં રહેલા ઔષધીય ગુણોને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને બાળકને ગમેતેવા જીવલેણ રોગોમાંથી પણ રક્ષણ મળે છે.

મહીસાગર જિલ્લામાં 1 થી 7 મી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઓનલાઇન ઉજવણી
મહીસાગર જિલ્લામાં 1 થી 7 મી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઓનલાઇન ઉજવણી

કોરોના મહામારીના આ સમયમાં પણ મનુષ્ય માટે રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે. ત્યારે બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જન્મની સાથે જ કરાવવામાં આવતું અને ત્યારબાદના પ્રથમ છ માસ માટેનું ફક્ત સ્તનપાન બાળકો માટે રોગો સામે ઝઝુમવાની અમોઘ શક્તિ પ્રદાન કરે છે.

મહીસાગર જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત અંતર્ગત તમામ તાલુકાઓમાં પણ આ સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ટીવીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-1 તેમજ મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફતે ફેસબુક WCD GUJARAT પેજ પર પણ સ્તનપાન સપ્તાહના કાર્યક્રમો બતાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં પ્રસુતિ માટેની પૂર્વતૈયારી અને સ્તનપાનનું મહત્વ સમજાવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત તા.1 લી થી તા 7 મી ઑગસ્ટ દરમિયાન જન્મનાર બાળક ના ઘરે જઈ કુટુંબને એક છોડ આપવામાં આવશે તથા બાળક અને છોડની સરખી કાળજી લેવાની સમજ આપવામાં આવશે. જે બાળકો આ રીતે મોટા થશે તેઓ આ છોડને વૃક્ષ થતાં જોશે અને પ્રકૃતિ સાથે આપોઆપ જ તેનો લગાવ બની જશે. તેમના જીવનમાં પ્રકૃતિ સાથેનો નાતો અતૂટ હશે અને તેઓમાં કાયમ પ્રકૃતિની માવજત રાખવાનો ગુણ વિકસશે. બનશે. આમ, લોકોમાં પ્રકૃતિના ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાનથી થતા ફાયદાથી અવગત કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.