ETV Bharat / state

મહીસાગરની મહિલા ખેડૂતે મીલીયા ડુંબીયા લીમડાની કરી ખેતી, બિનઉપજાઉ જમીનમાં ખેતી કરી નવી રાહ ચીંધી - Mahisagar

મહીસાગર: જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના ગોધરા ગામના ખેડૂતે પડતર અને બિન ઉપજાઉ જમીનમાં ઉદાહરણરૂપ પ્રેરક ખેતી કરી નવી રાહ ચીંધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્લોબલ વોર્મિંગ અંગેના પેરીસ કરાર બાદ તેમના માર્ગદર્શન હેઠળ નેશનલ સબ મિશન એગ્રો ફોરેસ્ટ્રી યોજના અમલમાં આવી હતી. જેનો લાભ ખેડૂતો લઇ કેન્દ્ર સરકારની નેશનલ સબમીશન એગ્રો ફોરેસ્ટ્રી ગુજરાત સરકારના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા અમલીકૃત યોજના અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી ક્રાંતિની દિશામાં અગ્રેસર બન્યા છે.

કાળીબેન કાનજીભાઇ પટેલે
author img

By

Published : Jul 19, 2019, 3:47 AM IST

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધરા ગામના મહિલા ખેડુત કાળીબેન કાનજીભાઇ પટેલે તેમની બે એકર જમીનમાં 800 નંગ રોપા મિલિયા ડુંબીયા જે મલબારી લીમડા તરીકે પણ ઓળખાય છે. તેનું વાવેતર કર્યુ હતું. 2 વર્ષના ટુંકા ગાળામાં આ રોપા વૃક્ષ બની લહેરાઇ રહ્યાં છે.

રાજ્યભરના ખેડૂતોને માર્ગદર્શન આપતી માનસી બાયો વર્મિટેક નામની સંસ્થા આ યોજનાની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ સંસ્થાના સ્થાપક મણીભાઈ પટેલ ખેડૂતોને માર્ગદર્શન આપી, પ્રોત્સાહિત કરી વૃક્ષ વાવેતરના વ્યાપ વધારવાની દિશામાં કરેલા પ્રયાસોના મીઠા ફળ પડતર અને બિન ઉપજાઉ જમીનમાં દેખાવા લાગ્યા છે.

કાળીબેન કાનજીભાઇ પટેલે
કાળીબેન કાનજીભાઇ પટેલે

આ મિલિયા ડુંબીયા નામની મલબારી લીમડાની નવીન વિકસાવેલી જાત જેમાંથી પ્લાયવુડ જેવી પ્રોડક્ટ બને છે. 5 થી 7 વર્ષમાં એક વૃક્ષ અંદાજે 1500 થી 2000ની આવક આપે છે. નેશનલ સબમીશન એગ્રો ફોરેસ્ટ્રીની યોજના અંતર્ગત સરકાર દ્વારા તેમને અત્યાર સુધીમાં 24000 રૂપિયાની સબસીડી 3 હપ્તામાં મળી છે. આગામી એક વર્ષની સબસીડી પ્રાપ્ત થશે.

મહિલા ખેડુતે કરી લીમડાની ખેતી
મહિલા ખેડુતે કરી લીમડાની ખેતી

આ વૃક્ષની ખૂબી એ છે કે, દુનિયાનું સૌથી ઝડપી વૃદ્ધી પામતું વૃક્ષ છે. તેનો સીધો એટલે કે વાંકું ચૂકું નહિ તેવો વિકાસ થાય છે. તો ખેડૂત માટે પણ 5 થી 7 વર્ષે સીધો વિકાસ કરનારી સાબિત થાય છે. એક વર્ષમાં 20 ફૂટ જેટલી ઉંચાઈ ત્યારબાદ 4 થી 5 વર્ષમાં 40 થી 50 ફૂટની ઉંચાઈ આવે છે. જેમાંથી 400 થી 500 કિલો જેટલું લાકડું મળે છે. જે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. આ વૃક્ષના વાવેતર પદ્ધતિમાં બે વૃક્ષ વચ્ચે નું અંતર 3 થી 4 મીટર રાખવામાં આવે છે. જેના કારણે ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી આંતરપાક તરીકે જાળવી રાખીને આ વૃક્ષોનું વાવેતર કરી શકે છે.

5 થી 7 વર્ષે જ્યારે આ વૃક્ષો તૈયાર થશે. ત્યારે ખેડૂતને 8 થી 12 લાખની આવક મળશે. હાલમાં ખેડૂતોએ મોટાભાગે પડતર અને બિન ઉપજાઉ જમીનમાં વ્યાપક વાવેતર કરી સરકારની આ યોજનાનો લાભ મેળવી હરિયાળી ક્રાંતિને વેગ આપી રહ્યા છે. તો સાથે જ ગ્લોબલ વોર્મિંગના ખતરાને ખાળવામાં પણ પોતાનું મહત્વ પૂર્ણ યોગદાન આપી રહ્યાં છે.

Intro:GJ_MSR_02_18-JULY-19_MILIYA_DUMBIYA_SCRIPT_PHOTO-4_RAKESH

મહીસાગરમાં મહિલા ખેડૂતે મીલીયા ડુંબીયા લીમડાની ખેતી કરી નવી રાહ ચીંધી

        મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર (પશ્ચિમ) ગામના ખેડૂતે પડતર અને બિન ઉપજાઉ જમીનમાં ઉદાહરણરૂપ પ્રેરક ખેતી કરી નવી રાહ ચીંધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્લોબલ વોર્મિંગ અંગેના પેરીસ કરાર બાદ તેમના માર્ગદર્શન હેઠળ નેશનલ સબ મિશન એગ્રો ફોરેસ્ટ્રી યોજના અમલમાં આવી જેનો લાભ ખેડૂતો લઇ કેન્દ્ર સરકારની નેશનલ સબમીશન એગ્રો ફોરેસ્ટ્રી ગુજરાત સરકારના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા અમલીકૃત યોજના અંતર્ગત વૃક્ષોનુ વાવેતર કરી હરિયાળી ક્રાંતિની દિશામાં અગ્રેસર બન્યા છે.     

     મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધરા (પ) ગામના મહિલા ખેડુત  કાળીબેન કાનજીભાઇ પટેલે તેમની બે એકર જમીનમાં 800 નંગ રોપા મિલિયા ડુંબીયા જે મલબારી લીમડા તરીકે પણ ઓળખાય છે તેનુ વાવેતર કર્યુ. બે વર્ષના ટુંકા ગાળામાં આ રોપા વૃક્ષ બની લહેરાઇ રહ્યા છે. રાજ્યભરના ખેડૂતોને માર્ગદર્શન આપતી માનસી બાયો વર્મીટેક નામની સંસ્થા આ યોજનાની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ સંસ્થાના સ્થાપક મણીભાઈ એન પટેલ ખેડૂતોને માર્ગદર્શન આપી, પ્રોત્સાહિત કરી વૃક્ષ વાવેતરના વ્યાપ વધારવાની દિશામાં કરેલા પ્રયાસોના મીઠા ફળ પડતર અને બિન ઉપજાઉ જમીનમાં દેખાવા લાગ્યા છે. આ  મિલિયા ડુંબીયા નામની મલબારી લીમડાની નવીન વિકસાવેલ જાત જેમાંથી પ્લાયવુડ જેવી પ્રોડક્ટ બને છે. 5 થી 7 વર્ષમાં એક વૃક્ષ અંદાજે 1500 થી 2000 ની આવક આપે છે નેશનલ સબમીશન એગ્રો ફોરેસ્ટ્રીની યોજના અંતર્ગત સરકાર દ્વારા તેમને અત્યાર સુધીમાં 24000 રૂપિયાની સબસીડી ત્રણ હપ્તામાં મળી છે અને આગામી  એક વર્ષની સબસીડી પ્રાપ્ત થશે. આ વૃક્ષની ખૂબી એ છે કે દુનિયાનું સૌથી ઝડપી વૃદ્ધી પામતું વૃક્ષ છે અને તેનો સીધો એટલે કે વાંકું ચૂકું નહિ તેવો વિકાસ થાય છે અને ખેડૂત માટે પણ પાંચ થી સાત વર્ષે સીધો વિકાસ કરનારી સાબિત થાય છે. એક વર્ષમાં 20 ફૂટ જેટલી ઉંચાઈ ત્યારબાદ ૪ થી ૫ વર્ષ માં 40 થી 50 ફૂટ ની ઉંચાઈ આવે છે જેમાંથી 400 થી 500 કિલો જેટલું લાકડું મળે છે જે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. આ વૃક્ષના વાવેતર પદ્ધતિમાં બે વૃક્ષ વચ્ચે નું અંતર 3 થી 4 મીટર રાખવામાં આવે છે જેના કારણે ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી આંતરપાક તરીકે  જાળવી રાખીને આ વૃક્ષોનું વાવેતર કરી શકે છે. પાંચથી સાત વર્ષે જ્યારે આ વૃક્ષો તૈયાર થશે ત્યારે ખેડૂતને આઠ થી બાર લાખની આવક મળશે. હાલમાં ખેડૂતોએ મોટાભાગે પડતર અને બિન ઉપજાઉ જમીનમાં વ્યાપક વાવેતર કરી સરકારની આ યોજનાનો લાભ મેળવી હરિયાળી ક્રાંતિને વેગ આપી રહ્યા છે અને સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ ના ખતરાને ખાળવામાં પણ પોતાનું મહત્વ પૂર્ણ યોગદાન આપી રહ્યા છે.Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.