તો આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લામાં ઓછા વરસાદથી પાણીની અછતને લઈને આ નિર્ણય લેવાયો છે. તો તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે.
જેમાં 300 ક્યુસેક પાણી કડાણા ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવ્યું છે. જિલ્લાના વિસ્તારોમાં વરસાદ ખેંચાવાથી ચિંતાતુર ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. જેથી જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ડાંગરના પાકને નુકસાન ન થાય અને રોપણી માટે ફાયદો રહે તે માટે કડાણાનું પાણી હાલ ચાલું કરવામાં આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા જિલ્લામાં કુલ 130 ગામોને સિંચાઇની સુવિધા મળશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.