ETV Bharat / state

વિરપુરના લિમડાભાગોળના ગ્રામજનોમાં પાણીની સમસ્યા, તંત્રની બેદરકારી આવી સામે

મહિસાગર: જિલ્લાના વિરપુર તાલુકાના લિમડાભાગોળ વિસ્તારમાં પ્રજા છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે વલખાં મારી રહી છે. જ્યારે સ્થાનિક તંત્રને અનેક વાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ નિરાકરણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

વિરપુરના લિમડાભાગોળના ગ્રામજનોમાં પાણીની સમસ્યા
author img

By

Published : Apr 25, 2019, 4:37 AM IST

વિરપુર તાલુકામાં ગત ચોમાસામાં ઓછો વરસાદ થયો હતો તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિરપુર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસામાં પુરતાં પ્રમાણમાં વરસાદ ન પડતાં નદી, તળાવ, અને કુવાઓના જળ સ્તર નીચા ગયા હતા, ત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે.

વિરપુર તાલુકાના લિમડાભાગોળ સ્થાનિક લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી. વિરપુર ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં નળ કનેક્શન વર્ષો પહેલાં આપવામાં આવ્યા છે. પણ આ નળમાં આજદિન સુધી પાણી આવ્યું નથી, વિરપુર ગ્રામ પંચાયતના કથળતા વહીવટના કારણે અહીં પ્રજાને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકો ઉનાળાના તાપમાં પણ પોતાના માટે અને પશુઓ માટે માથે પાણીના બેડા લઈ દુર દુર સુધી પાણી માટે ભટકે છે. અને પૂરો દિવસ પાણી ભરવામાં પસાર કરે છે.

વિરપુર ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ હેન્ડપંપો કેટલાક સમયથી બંધ હાલતમાં છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું હેન્ડ પંપોનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. આજ બાબતની લેખિત રજૂઆત વિરપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી જાણ કરી હોવા છતાં સ્થાનિક જવાબદાર તંત્ર આ વિસ્તારની મુલાકાત લેતી નથી. સ્થાનિક લોકોની પાણીની સમસ્યાને દૂર કરી અને યોગ્ય સમયે પાણી મળી રહે તેવી ગ્રામજનોની માંગણી છે.

                       R_GJ_MSR_02_24-APRIL-19_PANI NI SAMSYA_SCRIPT PHOTO_RAKESH

                              વિરપુરના લિમડાભાગોળના ગ્રામજનોને છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા.
વિરપુર-
           મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના લિમડાભાગોળ વિસ્તારમાં પ્રજા છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે વલખાં
 મારી રહી છે જ્યારે સ્થાનિક તંત્રને અનેક વાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ નિરાકરણ ન આવતા 
લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિરપુર તાલુકામાં ગત ચોમાસામાં ઓછો વરસાદ થયો હતો તે દરમ્યાન રાજ્ય સરકારના 
દ્વારા વિરપુર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.ચોમાસામાં પુરતાં પ્રમાણમાં વરસાદ ન પડતાં નદી, તળાવ,
 અને કુવાઓના જળ સ્તર નીચા ગયા હતા ત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે.
       વિરપુર તાલુકાના લિમડાભાગોળ સ્થાનિક લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી વિરપુર ગ્રામ પંચાયત
 દ્વારા આ વિસ્તાર માં નળ કનેકશન વર્ષો પહેલાં આપવામાં આવ્યા છે પણ આ નળમાં આજદિન સુધી પાણીનું ટીપુ સુધી
 આવ્યું નથી, વિરપુર ગ્રામ પંચાયતની બે સરકારી અને કથળતા વહિવટના કારણે અહીં પ્રજાને પાણીની ગંભીર સમસ્યાનો
 સામનો કરવો પડી રહ્યો છે.આ વિસ્તારના લોકો ઉનાળાના તાપમાં પણ પોતાના માટે અને મુંગા પશુઓ માટે માથે પાણીના
 બેડા લઈ દુર દુર પાણી માટે ભટકવું પડે છે. આખો દિવસ પાણી ભરવામાં પસાર થઈ જાય છે. વિરપુર ગ્રામ પંચાયત દ્વારા
 બનાવાયેલ હેન્ડપંપો કેટલાય સમયથી બંધ હાલતમાં છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનુ હેન્ડ પંપોનુ રિપેરીંગ 
કામ કરવામાં આવ્યું નથી. આજ બાબતની લેખીત રજૂઆત વિરપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને 
મામલતદાર કચેરી જાણ કરી હોવા છતાં સ્થાનિક જવાબદાર તંત્ર આ વિસ્તારની મુલાકાત કરી નથી. અહિંની પ્રજા વિશ્વાસ 
કરે તો કોના ઉપર એ સવાલ બની ઉભો છે સ્થાનિક લોકોની પાણીને લગતી સમસ્યાને દૂર કરી અને યોગ્ય સમયે પાણી 
મળી રહે તેવી ગ્રામજનોની માંગણી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.