બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, આગામી 26 મી એપ્રિલે મહિસાગરના લુણાવાડા ખાતે વિવિધ 7 કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. ત્યારે પરીક્ષા સારી રીતે પાર પડે તેવું સુચારૂ આયોજન કરવા અને પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે કાળજી રાખવા લાગણી વ્યક્ત કરી હતી.
ઉપરાંત ગુજકેટ પરીક્ષાના સુચારૂ સંચાલન અન્વયે ઓબર્ઝવર નિમણુક જરૂરી જાહેરનામા તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ બંદોબસ્ત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમ સહિત સંચાલન વ્યવસ્થા,સીસીટીવી ફુટેજ અને અવિરત વીજ પુરવઠો ઉપરાંત પરીક્ષાર્થિઓના સમયસર અવરજવર માટે બસ વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ પરિક્ષામાં 7 બિલ્ડીંગમાં 102 બ્લોકમાં ગ્રુપ A માં 334, ગ્રુપ B માં 1663, ગ્રુપ A અને B માં ૩ મળી કુલ 2000 પરીક્ષાર્થી ગુજકેટ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષાઓ કિસાન માધ્યમિક વિદ્યાલય, પંચશીલ હાઇસ્કૂલ, એસ.કે.હાઇસ્કૂલ યુનિટ-2 રાજમહેલ બ્રાન્ચ, હાજીજીયું પટેલ હાઇસ્કુલ, મધવાસ દરવાજા, એસ.કે.હાઇસ્કુલ યુનિટ-2 કોટેજ હોસ્પિટલ પાસે, સરદાર પટેલ વિદ્યાલય, ચાર કોસીયાનાકા પાસે અને બ્રાઇટ માધ્મિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા લુણાવાડા ખાતે યોજાશે.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ,જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પોલીસ વિભાગ, એમજીવીસીએલ, અને એસ.ટી ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.