મહીસાગર: જીલ્લામાંથી પસાર થતી કેનાલમાં પડી જવાના બનાવો હંમેશા બનતા રહ્યા છે. આજે ખાનપુરના વડાગામ પાસેથી પસાર થતી કેનાલમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનાં સમાચાર મળતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં બંને વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક વિદ્યાર્થીને શોધી કાઢવામાં આવ્યો હતો, પરંતું અન્ય એક વિદ્યાર્થીની કોઈ ભાળ ન મળતા ત્યારેબાદ સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા તેની શોધખોળ શરૂ કરી હતી.
ખાનપુરના વડાગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાં બે વિધાર્થી ડૂબી જવાની ધટના બની છે. વડાગામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી બાળકો ઘરે જતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગામ લોકો દ્વારા એક બાળક બચાવી લેવામાં આવ્યું છે. તેમજ બીજા બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વડાગામ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતા દશરથભાઈ પગી નામના વિધાર્થીને સ્થાનિક તરવૈયા દ્વારા બચાવી લેવાયો છે.
આ ઘટના અંગે બાકોરના PI સી.કે.સિસોદીયાનો મોબાઈલથી સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આ ઘટનામાં એકનો બચાવ થઈ જ ગયેલ હતો, બીજાની શોધખોળ અત્યારે ચાલુ છે. અમે અત્યારે સ્થળ પર મામલતદાર અને ફાયરની ટિમ સાથે રાખીને શોધખોળ ચાલુ છે. છોકરાઓ વડાગામ મકાના મુવાડાના છે. હાલ અન્ય એકની શોધખોળ ચાલુ છે.
ધોરણ 4 માં અભ્યાસ કરતા અજયભાઈ પગીની શોધખોળ સ્થાનિક તરવૈયાને બોલાવી શરૂ કરાઇ છે. બંને બાળકો મકાના મુવાડા ગામના હોવાનું અનુમાન છે, ઘટનાને પગલે રોડ ઉપર લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેથી થોડા સમય માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા બાકોર પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ કેનાલ તરફ જવાના રસ્તાને ખુલ્લો કર્યો હતો.