બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામે રહેતા દિલીપભાઈ સોલંકીએ જણાવ્યું કે, તેઓ ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે જ્યારે દિકરી હેતલનો જન્મ થયો ત્યારથી તે બોલી કે સાંભળી શકતી નહતી. જેથી ખેડૂત પરિવારને બાળકીના સારવારની ચિંતા થઈ રહી હતી.
આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકીને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બાળકીના નિદાનની ખાત્રી થયા બાદ તેને અમદાવાદના સ્પાઈન ઈન્સ્ટીટ્યુટમાં દાખલ કરવામાં આવી.
જ્યાં તેની ખામીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હવે હેલત સારી રીતે બોલી અને સાંભળી શકે છે. તેમ હેલતના પિતાએ જણાવ્યું હતું.