મહીસાગર જિલ્લામાં મિલ્કત વિરુદ્ધના ગુનાઓ તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા જરૂરી હતા, જે આધારે DYSP અને બાલાસિનોર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ PI પી.જે.પંડયા બાલાસિનોર ટી જંકશન ચોકડી ઉપર વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન એક બાઇક ચાલકની પુછપરછ કરતા મોટર સાયકલના આધાર પુરાવા નહિ હોવાનું જણાવ્યું હતું.
જેથી તેને પોલીસ સ્ટેશન પુછપરછ કરતા મોટર સાયકલની ચોરી તેની સાથેનાં રાહુલ ડામોર તથા વિનોદ ગરાસીયાએ સાથે મળી કરી હતી તેવી પ્રકાશ પરમારે કબુલાત કરી હતી. આ ઉપરાંત બાલાસિનોરની વૈષ્ણવી સોસાયટીમાં આજથી છ માસ અગાઉ બીજા સાથીદારો સાથે આવી બંધ મકાનનું તાળુ તોડી રૂપિયા 3,28,000/- ની ચોરી કર્યાની કબુલાત કરી છે.
પોલીસે સદર બાઇકની તપાસ કરતા કરાવતા અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઉપરોકત મોટર સાકયલની ચોરી થયા બાબતનો ગુનો દાખલ થયેલ છે.પોલીસે આરોપીની અટક કરી છ મહીના અગાઉ થયેલ ધરફોડ ચોરી તથા વાહન ચોરીનો ભેદ ઉકેલી અને વધુ તપાસ કરી રહી છે..