લુણાવાડા : કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર આરોગ્ય કર્મીઓ જિલ્લાના તમામ નાગરિકોના આરોગ્યની સારસંભાળ રાખવાની સાથે અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહ્યા છે.
લુણાવાડાના અર્બન હેલ્થર સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેની સાથોસાથ દરેક નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે પાણી જન્ય રોગો ન
ફેલાય તે માટે પણ કામગીરી કરી રહ્યા છે. જેના ભાગરૂપે ઘાંટી અને ડુંગરાભીંત વિસ્તારમાં ડેન્યુના પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારમાં સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જયારે આયુષ તબીબ દ્વારા પણ પોઝિટિવ આવેલા દર્દીના ઘરની આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધરી ક્રોસ ચેકીંગ કરવામાં આવ્યુ હતું.
આમ, જિલ્લાના આરોગ્ય કર્મીઓ જિલ્લાના નાગરિકોનું આરોગ્ય અને તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે.