- જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન ડ્રાય રન
- વેક્સિનેશન ડ્રાઇવને લઈ બીજા તબક્કાનો ડ્રાય રન
- વેક્સિન માટે સરકાર દ્વારા માઈક્રો પ્લાનિંગ
મહીસાગર: કોરોનાની રસીના વિતરણને લઇને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. રાજ્ય સરકારે રસીના વિતરણમાં કોઇ ખામી ન સર્જાય તે માટે તમામ જિલ્લાઓમાં ડ્રાય રન યોજવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત આજે શુક્રવારે મહીસાગર જિલ્લાના સરહદી વિસ્તારમાં બીજા તબક્કાની ડ્રાય રનનું આયોજન કરાયું હતું.
કોવિડ-19 સામે રક્ષણ આપતી રસીને મંજૂરી
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ –19 સામે રક્ષણ આપતી રસીને મંજૂરી આપવામાં આવી છે. જેથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરિકો સુધી પહોંચાડવા સરકાર દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. જે અંતર્ગત આજે શુક્રવારે મહીસાગર જિલ્લામાં બીજા તબક્કાના ડ્રાય રનનુ આયોજન કરવામાં આવ્યું હતું,