- મતદાર સુધારા માટે કર્મચારીઓની ઉતકૃષ્ટ કામગીરી
- વિમલ ચૌધરીને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ
- મતદારયાદીમાં નામ નોંધાવુ જરુરી
મહીસાગર : આ વ્યવસ્થાતંત્ર અનુસાર મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવું, નામ કમી કરાવવું, નામમાં સુધારા કરાવવા જેવી કામગીરી અવિરત ચાલતી હોય છે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર. 20 મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન રાજ્ય અને જિલ્લા કક્ષાએ જે અધિકારી-કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હોય તેવા અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત સન્માનિત કરવામાં આવે છે.
બાલાસિનોરના પ્રાંત અધિકારીને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીનો એવોર્ડ
બાલાસિનોર વિધાનસભા મતવિભાગમાં મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી કરવા, નામમાં સુધારા કરવા જેવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજ્ય કક્ષાએ બાલાસિનોરના પ્રાંત અધિકારી વિમલ ચૌધરને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીનો એવોર્ડ પ્રાપ્ત કરીને મહીસાગર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ભારતના લોકશાહી તંત્રમાં મહાપર્વ સમાન લોકતાંત્રિક રીતે યોજાતી ચૂંટણીઓમાં ભારતનો દરેક નાગરિક બંધારણીય રીતે પોતાને પ્રાપ્તા થયેલ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોવું જરૂરી છે. દરેક નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં નોંધવી શકે તે માટે લોકશાહી તંત્રમાં વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે.
અધિકારીઓએ વિમલ ચૌધરી તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા
બાલાસિનોરના પ્રાંત અધિકારી વિમલ ચૌધરીને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ મળતાં વિમલ ચૌધરી સહિત તેમની સમગ્ર ટીમને જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા બારોટ, નિવાસ અધિક કલેકટર આર.આર.ઠકકર સહિત જિલ્લા-તાલુકાના તમામ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.